- આજના યુગમાં બનતી વિવિધ ઘટનાઓમાં ગુનેગારોને તાત્કાલિક કડક સજા મળે તેવી બધાની માંગ છે : પીડિતાને ન્યાય મળે તે માટે સક્ષમ તંત્ર અને કડક કાયદો જરૂરી
- વિશ્ર્વના ઘણા દેશોમાં ગુનેગારો માટે
- ખૂબ જ કડક સજા હોવાને કારણે ત્યાં
- ક્રાઈમ રેટ ઓછો જોવા મળે છે : મધ્યયુગમાં, ‘માથા સામે માથું’નો સિદ્ધાંત હતો
પ્રાચીન કે જૂનો જમાનો બધી રીતે સારો હતો, લોકો ગુનો કરતાં ડરતા હતા કારણ કે પકડાયા બાદ ભયંકર સજાથી બધા જ ડરતા હતા. પહેલા બહુ જૂજ ગુનાઓ બનતા હતા. આઝાદી બાદ લોકશાહી શાસનમાં આપણા દેશમાં ગુનાનું પ્રમાણ દિન પ્રતિદિન વધવા લાગ્યું છે. ગુનો કર્યા બાદ કોર્ટ કચેરીની કાર્યવાહી માં વર્ષો નીકળી જતા હોવાથી લોકોને હવે સજા ન ડર લાગતો નથી. મૃત્યુ દંડની સજા પણ બહુ ઓછી થાય છે. અમેરિકામાં એકને પહેલીવાર નાઇટ્રોજન ગેસ દ્વારા મૃત્યુ દંડ અપાયો હતો, તો તેની ખૂબ જ ટીકા થઈ હતી. ગુનેગારોને દેહાત દંડ આપવાની વિવિધ પદ્ધતિઓ છે, એમાં ઘણી વિવાદશ પદ પણ છે. અમુક દેશોમાં કડક સજાની જોગવાઈ હોવાથી ત્યાં ક્રાઈમ રેટ સાવ નહિવત છે. ભારતના ન્યાયતંત્રમાં એક મૂળભૂત નિયમ છે સો ગુનેગારો ભલે છૂટી જાય પણ, એક નિર્દોષને સજા ન થવી જોઈએ. પશ્ચિમ બંગાળ સરકારે દુષ્કર્મના દોષિતોને માત્ર દસ દિવસમાં સજા મળે તેવો કાયદો પસાર કર્યો છે. ગુનેગાર જન્મજાત નથી હોતો સંજોગો તેને ગુનેગાર બનાવે છે. દુષ્કર્મિને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી સમગ્ર ભારતની પ્રજામાં અત્યારે પ્રચંડ માંગણી ઉઠી છે. મધ્ય યુગમાં તો માથા સાથે માથું નો સિદ્ધાંત હતો, જેથી કોઈ ખરાબ કૃત્ય કરતું નહીં.
ભારતમાં વિવિધ રાજયોમાં દુષ્કર્મની ધટના વધતી જાય છે ત્યારે હમણાં પશ્ચિમ બંગાળમાં કલકત્તા શહેરની ધટનાથી દુષ્કર્મીઓને એન્કાઉન્ટર જેવી સજા આપવા કે ફાંસી આપવા પ્રચંડ જનમાંગ ઉઠી રહી છે. જુના જમાનામાં આવી ધટના નહિંવત બનતી હતી. કારણ કે તેની આકરી સજાથી આવા દુષ્કર્મી વિચાર માત્રથી ડરતાં હતા. આ સમયમાં ન ડરતો માણસ આજે બેધડક આવી ધટના આચરી રહ્યો છે. જુના જમાનાની સજા આજે લાગુ પડે તો આજે પણ આવી ધટના બંધ થાય.અત્યારે કોઇ વ્યકિતના મરણના સમાચાર સાંભળીને રામ રામ શબ્દો નીકળી જાય છે. પરંતુ પ્રાચીન સમયમાં એવી ક્રુર અને ખતરનાક રીતે મોત માણસોને આપવામાં આવતી કે આપણા રૂવાડા ઉભા થઇ જાય. હાલમાં તો આપણાં સમાજમાં સજાનો માત્ર થોડા વર્ષો જેલમાં જવું પડે છે. પણ મઘ્યકાલીન સમયમાં અપરાધીને સજામાં તડપાવી તડપાવીને મોતને ધાટ ઉતારા હતા. તે સમયમાં મોત એટલે લોકો માટેનું મનોરંજન સાધના પણ કહેતા કોઇ વ્યકિત અપરાધ કરે તો નગર અથવા શહેરની વચ્ચે લાવીને લોકોને ભેગા કરીને અપરાધીને રીબાવીને મારવામાં આવતો. જેનાથી બીજા લોકો પણ કયારેય આવી ભૂલ ના કરે કે ડરી જતા હતા. જો કે આવી સજા વિશ્ર્વના ઘણો દેશોમાં આપવામાં આવતી. અલગ અલગ દેશો મુજબ તેની વિવિધ રીતો પ્રકારો હતા. આમા મુખ્યત્વે ગુનેગારને બને એટલો તડપવા દેવાનો અને ટોર્ચર કરીને મોત આપતા હતા.
હોડીમાં મોત
પ્રાચીન ભારત ફારસમાં આ પ્રકારની સજા માણસ ન તો જીવવા માંગે કે મરવા માંગે જેમાં અપરાધીને એક હોડીમાં બાંધી તેમાં દુધ-મધ ખુબ પીવડાવીને એટલે હદ સુધી ખાતા કે તે ચાલી પણ ના શકે બાદમાં હોડીને જંગલના તળાવમાં મુકી આવતા પછી ધીમે ધીમે હોડીમાં જીણી જીણી જીવાતની લાઇન થઇ જતી ને તેના શરીરને ખાવા માંડે અને માણસ એટલો તડપે કે જેના વિચાર માત્રથી આપણા રૂવાડા ઉભા થઇ થાય. આ સજામાં માણસ રોજ તડપે ને રોજ કિડા-મંડોડા જેવા જીવ જંતુ શરીર ખાય તેવી ક્રુર સજા અપાતી.
જીવંત શરીરને કટકા કરવા
લીંગચી નામક ચીનનાં શહેરમાં ગુનેગારને શહેરની વચ્ચે લાવીને નગ્ન કરીને લોકો ભેગા કરાતાં પછી જે વ્યકિત ગુનેગાર હોય તેને નગ્ન કરીને થાંભલે બાંધીને ચાકુથી શરીરમાં ચીરા પાડીને કટકા કરવામાં આવતા. તેનું લિંગ પણ કાપી નાખતાં, શરુમાં સાથળ અને છાતીનો ભાગ કપાતો જયાં સુધી ગુનેગારનું મોત ન થાય ત્યાં સુધી શરીરના કટકા કરવામાં આવતાં આ શહેરમાં 190પ સુધી આ પ્રથા ચાલુ હતી. પછી આવી ક્રુરતા સભર સજાનો અંત આવી ગયો.
તોપથી ઉડાડી દેતા
આવી સજા 19મી સદી સુધી ખુબજ પ્રચલિત હતી આ સજા આપણાં ભારત દેશમાં ખુબ ચાલતી હતી. જયારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજો આપણાં ક્રાંતિવીરોને તોપના મોઢે બાંધીને ઉડાડી દઇને શરીરના ચીંથરા ઉડાડી દેતા. આ સજામાં ગુનગારનો એકપણ શરીરનો અંશ રહેતો નહી જો કે આ સજા ઘણાં બધા દેશોમાં પ્રચલિત હતી.
ગરમ ભઠ્ઠી પર સુવડાવીને મારતા
ગરમા ગરમ ભઠ્ઠી ઉપર સુવડાવીને માણસને ત્રણ ચાર દિવસ સુધી માર મારતાં તેનાથી પીડા દર્દ થાય તે દિવસ સુધી માર મારતાં તેનાથી પીડા દર્દ થાય તે ગુનેગાર અનુભવી શકે. પ્રાચીન સમયમાં લોખંડ ઓગાળવા માટે જે ભઠ્ઠીઓ હતી તેને ત્યાં લાવીને લોકોનાં ટોળા વચ્ચે લોખંડના પાઇપ પર બાંધીને સુવડાવી દેતા નીચેથી આગને ધમણથી ફુંક મારતા જેથી ગુનેગાર ખુબ તડપતો બાદમાં ધીમે ધીમે સળગાવતાં જેનાથી તે મોતની કમકમાટીનો અનુભવ કરતો.
ખૂંટીયાના પેટમાં નાખીને મોત
એથેન્સની આ સજા સૌથી વધારે પ્રચલિત હતી. નગરની વચ્ચે એક મોટો મેટલનો બળદ બનાવીને મુકયો હોય જેનો પેટનો ભાગ અંદરથી પોલો રખાતો ગુનેગારને બળદના મોઢાના ભાગેથી ખોસી દઇને બળદના પેટમાં પહોચાડી દઇને અધમુંવો કરી દેતાં. બાદમાં નીચેથી આગ સળગાવીને ને ધીમે ધીમે મેટલનો બળદ લાલ ચોળ થઇ જાય ને ગુનેગાર અંદરથી ચિસો પાડે ત્યારે નગરજનો આનંદ લેતા આ સજામાં ગુનેગાર તડપીને રાડો પાડતો મરી જતો. આમા પણ જયાં સુધી મરે નહીં ત્યાં સુધી આગ ચાલુ જ રાખતાં આ સમયમાં આ સજા મુખ્ય સજા તરીકે માનતાં
કરવતથી કાપી નાખતાં
મઘ્યકાલીન યુગની આ પ્રચલિત સજા જેમાં ગુનેગારને બે થાંભલા વચ્ચે બાંધીને વચ્ચેથી કરવત વડે કાપી નાખવામાં આવતો. આવી સજા ચીનમાં વધારે દેવાતી ત્યાં માણસને ઉંઘો લટકાવીને લિંગના ભાગ ગુનેગારના કાપતા જેથી મગજ ચાલુ રહે ને દર્દનો અહેસાસ થાય એવું મનાતું.
ભુખ્યા સિંહો વચ્ચે મૂકી દેતા
પ્રાચીન રોમમાં કોલોરિયમ બનાવવામાં આવતા જયાં બધી જ પ્રકારના મનોરંજન કાર્યક્રમો કરતા ,જેમાં ઊંચી દિવાલ વાળું મેદાન હોય તેમાં ભુખ્યા સિંહો રખાતા જેને ગુનો કર્યો હોય તેને ત્યાં લાવીને ભુખ્યા સિંહો વચ્ચે ફેંકી દેવામાં આવે જે દ્રશ્ય દિવાલ પર ઉભા રહીને હજારો નગરજનો જોતાં તાળિયો પાડતા ચિચિયારી કરતાં નીચે સિંહ માણસને જીવતો નોચી ખાતો હોય ને ઉપર લોકો મનોરંજન માણતાં
હાથીના પગ નીચે દબાવીને મારી નાખતાં
પ્રાચીન કાળમાં આવી સજા અપાતી જેમાં હાથીના પગ નીચે ગુનેગારને દબાવીને મારવામાં આવતો. ભારતમાં પણ આવી સજા અપાતી આ સજા ભયંકર મોત કહેવાતી જેનું પ્રચલન સાઉથ એશિયા અને સાઉથ ઇસ્ટ એશિયામાં વધારે હતુ.