દેશના લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકારને ચાર વર્ષ પુરા થયા ત્યારે આ ચાર વર્ષની સિઘ્ધીઓ અને વિકાસ યાત્રામાં ભાગીદાર બનેલ પ્રજાને સાથે મોદીજીએ ટીવીના માઘ્યમથી સીઘ્ધો સંવાદ કર્યો હતો. જેનો લાઇવ ડેમો ઓખા મહાજન વાડી ખાતે ઓખા શહેર ભાજપ દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં ઓખા નગરપાલિકા ના પ્રમુખ વંદનાબેન વિઠલાણી સાથે ઓખા મહીલા ઉઘોગ મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયા તથા ભાજપ શહેર પ્રમુખ મોહનભાઇ બારાઇ ખાસ હાજર રહ્યા હતા.
આ લાઇવ પ્રોગ્રામમાં મોદીજીએ પ્રજાને દરેક સરકારી યોજનાનો લાભ લેવા તથા નવી યોજનાની રુપ રેખા વર્ણવી હતી. જેમાં શિક્ષણ ક્ષેત્રે સહાય કરવા અને આરોગ્ય ક્ષેત્રે દાવઓમાં ૭૦ થી ૮૦ ટકા જેટલો ધટાડો કરી પ્રજાને સિઘ્ધો લાભ લઇ શકે તેવી યોજનાઓ અમલમાં મુકી હતી. તથા ઓપરેશન માટે લાખો રૂપિયાના ખર્ચ કરવાના બદલે સરકારી યોજનાનો લાભ લઇ નોર્મલ ભાવે ખર્ચાળ ઓપરેશનોની યોજનાઓ અમલમાં મુકી હતી. જેનો સિઘ્ધો સવાદ પ્રજા સાથે કરી પ્રજાને માહીતગાર કરી હતી.