પુત્રીને બદનામ કરવાની ધમકી આપી નરાધમે માતા પર અનેક વખત આચર્યું દુષ્કર્મ

પોરબંદરના ઓડેદરા ગામમાં એક ફળિયામાં રહેતા કુટુંબી મામાએ જ પરિણીતાને હવસનો શિકાર બનાવ્યો હોવાની ઘટના હાર્બર મરીન પોલીસ મથકમાં નોંધાઇ છે. પુત્રીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી નરાધમે માતા પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.

અંજની પોલીસ માંથી પ્રાપ્તિ મુજબ પોરબંદરના ઓડેદર ગામે રહેતી અને ખેત મજૂરી કરતી પણિતા પર તેના ફળિયામાં જ રહેતા કુટુંબીમામા શિકાર બનાવ્યાનો પોલીસ ચોપડે નોંધાયું છે ફરિયાદમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર ના પતિ વિદેશમાં રહેતા હોય અને અત્રે તેમની સગીરવયની પુત્રીનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી જીતુ સોમા સાદિયાએ પરિણીતાને ધમકી આપી અનેક વખત બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. હાર્બર મરીન પોલીસ મથકના સ્ટાફે જીતુ સાદિયા સામે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.