શુક્રવારથી બે દિવસની નેપાળ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન તેઓ જનકપુર મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ઐતિહાસિક જાનકી મંદિરમાં જઈ શીશ નમાવ્યું હતું તેમજ પૂજા અર્ચના કરી હતી . 4 વર્ષમાં આ તેમની ત્રીજી નેપાળ યાત્રા છે. બંને દેશો વચ્ચે નબળા થતા જતા વિશ્વાસ અને નેપાળમાં ચીનના વધતા જતા રસના કારણે મોદીની આ યાત્રા રાજકીય ક્ષેત્રે પણ મહત્વની માનવામાં આવે છે. તે ઉપરાંત નેપાળમાં નવી સરકાર બન્યા પછી ભારત તરફથી આ પહેલી ઉચ્ચસ્તરીય યાત્રા માનવામાં આવે છે. આ દરમિયાન ઘણી મહત્વની સમજૂતી થવાની શક્યતા પણ છે. મોદી એક હાઈડ્રો પ્રોજેક્ટનો શિલાન્યાંસ પણ કરશે.આ ઉપરાંત જનકપુરથી અયોધ્યા વચ્ચેની બસ સેવાને પણ લીલીઝંડી બતાવવામાં આવી.
PM Narendra Modi & Nepalese PM KP Sharma Oli flag off the Indo-Nepal bus service from #Nepal‘s Janakpur to Uttar Pradesh’s Ayodhya. pic.twitter.com/4cxRf64cOM
— ANI (@ANI) May 11, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com