ઉના તાલુકાનું માણેકપુર ગામે સર્ગભા સ્ત્રીને તબીયત બગડતા એન.ડી.આર.એફ. ટીમ તથા સનખડા પી.એચ.ડી. ના ડો. ઉ૫ાઘ્યાયાએ પોતાના જીવનો જોખમે સારવાર પહોચાડેલ ઉનાની રપ કી.મી. દુર માણેકપુર ગામે છેલ્લા સાત દિવસથી જવુ અશકય બની ગયેલ છે.
એવામાં ડે.કલેકટર ટેલીફોનીક જાણ થતાં માણેકપુર ગામે સનખડા પી.એચ.સી. ડો. કર્નદપ ઉપાઘ્યાય તેમની ટીમ સાથે એન.ડી.આર.એફ. ની ટીમે હોડીમાં મારફતે માણેકપુર સારવાર આપવામાં આવેલ તથા એક હ્રદય ઓપરેશન કરાવેલ દર્દીને તથા ર૭ તાવ શરદીના દર્દીઓને ૧૨૫ વ્યકિતઓને પાણીના કારણે કારણે પગની તકલીફ જણાતા પ્રાથમીક સારવાર આપવામાં આવેલ અને ત્યારબાદ ડો. ઉપાઘ્યાયએ આવા સમયે ગામ રોગચાળો ફેલાય નહિ તેમની તકેદારી કેવી રીતે રાખવી તેમની માહીતી પુરી પાડેલ હતી.