બાળકની હત્યાના સમયે માતા એકલી જ ઘરે હોવાની ચર્ચા !
અબડાસા તાલુકાના નલીયા ખાતે સાત વર્ષના બાળકના રહસ્યમય મોત પાછળ અંતે અજાણ્યા શખ્સો સામે ખુનનો ગુનો નોંધાયો હતો.પ્રાપ્ત વિગત મુજબ નલીયામાં રહેતા મુળ બિહારના ધનંજય સુરેન્દ્ર યાદવ કે જે ડ્રાઇવીંગ કરે છે તેના સાત વર્ષના પુત્ર અમન સુતા બાદ જગાડતા જાગ્યો ન હતો.તબીબને શંકા જતાં સ્થાનીકે પીએમ નહી કરી ભુજ ખસેડાયો હતો.
ત્યાંથી જામનગર લઇ જવાયો જયાં પીએમ રીપોર્ટમાં અમનનું ગળુ દબાવી હત્યા કરી હોવાનો અભિપ્રાય આવતા નલિયા પોલીસે અમનના પિતા ધનંજય સુરેન્દ્ર યાદવની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ખુનનો ગુનો નોંધી પીએસઆઇ એસ.એ. ગઢવીએ તપાસ હાથ ધરી હતી.
અમનની હત્યા થઇ તે સમયે તેની માતા એકલી જ ઘરે હતી. તો હત્યા કોણે કરી હશે? શું કોઇ કૃત્યને અમન જોઇ ગયો હશે? અમનની હત્યા કરનાર કોણ? પોલીસ દ્વારા આ કેસની નિષ્પક્ષ તપાસ કરે તો હત્યાનો ભેલ ઉકેલાઇ જશે