વસ્તી નિયંત્રણ-સ્ત્રી પુરુષ સમાન રેશીયો કે જેન્ડરમાં વધ-ઘટ ભારત સહિત ઘણા દેશો સામનો કરી રહ્યા છે. જેટલી સ્ત્રી તેટલા પુરુષનાં રેશિયા અનબેલેન્સ પારાવાર મુશ્કેલી સર્જે છે. મોટાભાગે એવું જોવા મળે છે કે કોઈ ખાસ જગ્યા પર જન્મદરનાં મામલે બાળક અને બાળકીનો રેશિયો વધતો અને ઘટતો રહે છે પરંતુ એક ગામમાં પાછલા એક દસકથી છોકરાઓનો જન્મ જ નથી થયો.
પોલેન્ડ દેશનાં મિઝસ ઓડ્રજન્સ્કી ગામમાં એક અજીબ જન સંખ્યા વિસંગતિ જોવા મળી છે. અહિં લગભગ છેલ્લા એક દશકાથી કોઈને પણ બાળકનો જન્મ નથી થયો. બધાને છોકરીઓ જ જન્મે છે. આ ગામ હવે વૈશ્ર્વિક મીડિયાનું કેન્દ્ર બન્યું છે. પોલેન્ડે આ વિશે વૈજ્ઞાનિકો પાસે પણ સલાહ લીધી છે ત્યારબાદ તેમણે અવૈજ્ઞાનિક-અંધશ્રદ્ધાવાળી સલાહ મળી કે મહિલાઓ પોતાના પલંગ નીચે કુહાડી રાખે. એક રિપોર્ટ એવું પણ જણાવેલ કે આ ફકત એક સંખ્યાકિય સંયોગ છે ત્યાં જન્મેલા ૧૨ બાળકો પણ છે પણ મોટાભાગે સ્ત્રીઓને બાળકી જ અવરતે અર્થાત ૯૯.૯૯ ટકા આ ગામ હાલ વિશ્ર્વફલક પર અને વૈશ્ર્વિક મીડિયાનું કેન્દ્રબિંદુ બનેલ છે અને ઘણા લોકો આ વિશે આશ્ર્ચર્ય પણ પામી રહ્યા છે કે આ કઈ રીતે સંભવ થયું છે.
ટુંકમાં આપણે બેટી બચાવનો નાર લગાવીએ છીએ તો પોલેન્ડનું ગામ બેટા બચાવનો નારો લગાવે છે !!