સંયુક્ત નિવેદનમાં શું કહ્યું મોદીએ?
બંને દેશના સંયુક્ત નિવેદન દરમિયાન પીએમ મોદીએ કહ્યું- મ્યાનમારમાં મારું જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તેનાથી આ મારું ઘર હોય તેવી જ મને લાગણી થઈ છે. મોદીએ મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કી મુલાકાતમાં રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. આ વિશે તેમણે સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, રોહિંગ્યા સમાજના પલાયનથી ભારત પણ ચિંતત છે. આશા છે કે આ વિશે ટૂંક સમયમાં જ શાંતિનો રસ્તો કાઢવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે, મ્યાનમારની ચિંતામાં અમે પણ ભાગીદાર છીએ. પડોશી હોવાના કારણે સુરક્ષાના મામલે આપણાં હિત એક સરખા છે. તેથી જરૂરી છે કે આપણે જમીન અને દરિયાઈ વિસ્તારમાં સ્થિરતા જાળવવા માટે એક સાથે કામ કરવું જોઈએ. રસ્તાઓ અને પુલનું નિર્માણ, કનેક્ટીવીટી વધારવાનો આપણો પ્રયત્ન એક સારા સંકેતનો ઈશારો કરે છે.
આ નિવેદનમાં મોદીએ ભારત સરકાર દ્વારા ભારતની જેલમાં બંધ 40 બંધકોને છોડવાની વાત પણ જણાવી હતી.
પીએમ મોદીએ શું કર્યું હતું ટ્વિટ
મોદી મ્યાનમાર પહોંચ્યા પછી ટ્વિટ કર્યું હતું કે, અત્યારે હું ને પી તૉ પહોચ્યો છું. અહીંથી મારી મ્યાનમાર યાત્રા શરૂ થાય છે. મ્યાનમાર યાત્રા દરમિયાન હું ઘણાં બધા કાર્યક્રમમાં સામેલ થઈશ. નોંધનીય છે કે મોદી તેમની બે દેશની વિદેશ યાત્રાના બીજા ફેઝમાં મ્યાનમાર પહોંચ્યા છે. મોદીએ મ્યાનમારના પ્રેસિડન્ટ સાથેની મુલાકાત દરમિયાન તેમને ઘણી ગિફ્ટ્સ આપી છે તેમાં બૌદ્ધિવૃક્ષ પણ છે.