બુધવારે રાત્રિના સમયે રાખડી બાંધી શકાય તેવો જયોતિષીઓનો મત
તા.30 નીજ શ્રાવણ સુદ 14 ને બુધવારે સવારના 11 વાગ્યા સુધુ ચૌદશ તીથી છે. અને ત્યારબદ પુનમ તિથિ છે. પરંતુ પુનમ તિથિની સાથે ભદ્રા પણ શરુ થઇ જશે પરંતુ જયોતિષ ના નિયમ પ્રમાણે ભદ્રા શુભ કે અશુભ હોય તો પણ રાખડી બાંધી શકાય નહિ તે ઉપરાંત રાખડી બાંધવામાં અપરાહન કાળ અને પ્રદોષ કાળનો સમય શભ ગણાય છે. ભદ્રા રાત્રીના 9.02 મીનીટ છે. આથી સૌરાષ્ટ્ર-ગુજરાતના સમય પ્રમાણે બુધવારે રાખડી બાંધવા માટે પ્રદોષ કાળ તે ઉપરાંત ગુરૂવારે 31 તારીખે સવારે 7.06 મીનીટ સુધી પણ રાખડી બાંધવા માટે ઉત્તમ સમય છે.
દ્વારકા સહીત ગુજરાતના મોટાભાગના મંદિરોમાં ભગવાનની ગુરુવારે રાખડી બાંધશે.જે બહેનો ગુરુવારે સવારે 7.06 મીનીટ સુધીમાં રાખડી બાંધી ન શકે તે બહેનો ગુરુવારે ઉદીયાત પુનમ તિથિ ઘ્યાનમાં લઇને ગુરુવારે સાંજ સુધીમાં ભાઇને રાખડી બાંધવી.
બુધવારે રાત્રે શુભ પ્રદોષ કાળમાં શુભ સમય રાજકોટ ખાતે રાત્ર 9.02 થી 9.21 જયારે ગુરૂવારે અધિડિયા પ્રમાણે સવારે શુભ 6.30 થી 8.05 બપોરે ચલ, લાભ, અમૃત, 11.13 થી 3.56 શુભ સાંજે 5.30 થી 7.04 અભિજિત મુહુર્ત બપોરે 1ર.22 થી 1.13 શુભ સમય ગણાય છે.
રાજદીપ જોષી -વૈદાંત રત્ન