નવયુગ લો કોલેજના છાત્રો દ્વારા ટ્રાફિક અવરનેશ કાર્યક્રમમાં પીઆઇએ આપેલી માહિતી
મોરબીની નવયુગલો કોલેજના છાત્રો દ્વારા ટ્રાફિક અવરનેશનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં એ ડિવિઝન પોલીસે વર્ષભર ટ્રાફિકની કામગીરીની માહિતી આપીને લોકોમાં સ્વયમ ટ્રાફિકની જાગૃતી આવે તો જ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે.
વિઓ- મોરબી નવયુગલો કોલેજના છાત્રો દ્વારા લોકોમાં ટ્રાફિક બાબતે સ્વયં જન જાગૃતિ આવે તે માટે અવરનેશના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિધાર્થીઓ જુદા જુદા માર્ગ પર ઉભા રહીને લોકો ને ટ્રાફિક બાબતે જાગૃત કર્યા હતા.બાદમાં આ અંગેના સરદારબાગ પાસે યોજાયેલા કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી.બન્નો જોશી, એ ડિવિઝન પી.આઈ.ચૌધરી,ટ્રાફિક પી.આઈ.દાફડા અને કોલેજ ના પ્રિન્સિપાલ હેતલબેન ઉપસ્થિત રહયા હતા.
આ તકે ડીવાય એસ પી બન્નો જોષી એ કહયુ હતું કે, પોલીસ ટ્રાફિક બાબતે પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવે છે.પરંતુ ટ્રાફિક નિરાકરણ માટે લોકોને વધુ જાગૃત બનવું પડશે.જયારે એ ડિવિઝન પી આઈ ચૌધરી એ વર્ષ ભરની પોલીસે ટ્રાફિક ને સંબંધિ કરેલી કાર્યવાહીની વિગતો આપતા જણાવ્યું હતું કે,આખા વર્ષમાં પોલીસ ટ્રાફિકનો કુલ રૂ. ૧.૨૬ કરોડનો દંડ કર્યા હતો.અને ૨૯૬૦ વાહનો ને ડિટેઈન કર્યો હતા.જયારે અકસ્માતોથી ૧૮૭ લોકોના મોત થયા છે.અને ૧૮૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે.આ ગંભીર બાબત છે.અમે દંડ કરીએ છતાં ટ્રાફિક માં સુધારો આવતો નથી. પોલીસ માટે ટ્રાફિકનું પાલન કરવવુ અઘરૂ છે.તેથી ટ્રાફિકની સમસ્યા માટે લોકો સ્વયં જાગૃતિ થશે તો ઉકેલ હાથવેંત માંજ છે.જયારે ટ્રાફિક પીઆઇ દાફડા એ જણાવવ્યું હતું કે, જે સ્કૂલના વિધાર્થીઓ લાયસન્સ વગર વાહનો ચલાવતા તેમની સામે આગામી સમયમાં ઝુંબેશ હાથ ધરાશે.