મોરબીમાં છેલ્લા ૫૪ દિવસથી કોરોનાને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મોરબીમાં આજદિન સુધી ફક્ત ૦૨ કેસ પોઝિટીવ આવ્યા છે જેમાં એક વ્યક્તિ સુરક્ષિત છે તો બીજાની તબિયત પણ સારી છે ત્યારે આ લોકડાઉનના લીધે મોરબીના રાજા વાઘજી ઠાકોર સાહેબની પ્રતિમાઓ પર પણ ધૂળ ચડી ગઈ હતી ત્યારે આજે મોરબીના લખધીર ગેઇટ નજીક મુકલી વાઘજી ઠાકોર સાહેબની પ્રતિમાને પુરા માન સન્માન સાથે દૂધ થી નવડાવી શાહી સ્નાન કરાવડાવી પૂજા અર્ચના કરી અને ફૂલ હાર થી શણગાર કરવામાં આવ્યો હતો અને સાથે જ મોરબીના રાજા પાસે મોરબીના સ્વાસ્થ્ય, લોકોમાં હિત તેમજ કોરોના જેવી વૈશ્વિક મહામારી પર અંકુશ લેવા માટે પણ પ્રાર્થના કરવામા આવી હતી
લોકવાયકા પ્રમાણે મોરબી જે એક સમયે ઢેલડી નગર તરીકે ઓળખવામાં આવતું હતું તેમ રાજા વાઘજી ઠાકોર આજે પણ લોકોની રક્ષા કરે છે લોકોની મનોકામના પૂર્ણ કરે છે લોકો અહીંયા શ્રીફળ વધેરી આજે પણ ભગવાન ની જેમ પૂજા કરે છે અને મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે ત્યારે મોરબી એટલે કે ઢેલડી નગરના રાજા વાઘજી ઠાકોર આજે પણ મોરબીવાસીઓની રક્ષા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.