ચૂંટણી પંચ દ્વારા તમામ ખર્ચના ભાવ નક્કી કરી લેવાયા છે:ખોટા ખર્ચ રજૂ કરનાર ઉમેદવારો ઝપટે ચડશે
ચૂંટણી પ્રચરમાં કરવામાં આવતા ખર્ચને લઇ ચૂંટણીપંચ ખુબજ કડક બન્યું છે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં ખર્ચ અંગે નો હિસાબ કેમ રાખવો ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા તમામ ખર્ચ માટેના ભાવ નક્કી કર્યા છે જેની જાણકારી આપવા આવતીકાલે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રાજકીય પક્ષો માટે ખાસ તાલીમ આપવામાં આવનાર છે. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૭ નું પ્રથમ તબક્કાનું મતદાન તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ થનાર છે. જેમા મોરબી જિલ્લામાં આવતી વિધાનસભા બેઠકોમાં ૬૫ મોરબી, ૬૬ ટંકારા અને ૬૭ વાંકાનેર નો સમાવેશ થાય છે.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઈ.કે.પટેલે બેઠકમાં ઉપસ્થિત રાજકિય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણી સંદર્ભે દરેક વિધાનસભા વાઈજ ઉમેદવારની ચૂંટણીમાં રૂ.૨૮ લાખની ખર્ચની ચૂંટણીપંચે મર્યાદા નક્કી કરેલ છે. જેમા ઉમેદવારોએ પ્રચાર પ્રસાર માટેની જાહેરાતોમાં મંડપ સમિયાણા પ્રચાર સાહિત્ય તેમજ જમણવારમાં કેટલા પ્રમાણમાં ખર્ચ કરવાનો થાય છે. તેની ચૂંટણીપંચે ચોક્કસ ગાઈડલાઈન આપી છે. તેની વિસ્તૃત જાણકારી આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આઈ.કે.પટેલે વધુમાં જણાવ્યું હતું કે આગામી તા.૨૯/૧૦/૨૦૧૭ ના રવિવારે સાંજે-૪-૦૦ કલાકે કચેરીના સભાખંડમાં રાજકિય પક્ષોને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ ચૂંટણી આચાર સંહિતાનું પાલન, નાણાકિય ખર્ચ કરવાની ચૂંટણીપંચની ગાઈડલાઈન અંગે સવિસ્તર તાલીમ અપાશે તેમ તેમણે જણાવ્યું હતું.