મોરબીમાં કપાતર દીકરાએ વૃદ્ધ પિતાને ગાળો આપી ઠામ પતાવી દેવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવાઈ

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા કપાતર દીકરાએ તેના વૃદ્ધ પિતાને બેફામ ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર બનાવ મામલે વૃદ્ધ પિતા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ ઢીંચી ઘરમાં તોડફોડ કરી પિતા સામે મારકુટ કરતાં નોધાતો ગુનો

મળતી માહિતી અનુસાર મોરબીમાં સામાકાંઠા વિસ્તારના અરુણોદયનગર મોટી ટાંકી પાસે રહેતા રમેશચંદ્ર દેવશંકર ચાંઉ ઉવ.74 દ્વારા તેના કપાતર પુત્ર ઉદયભાઈ રમેશચંદ્ર ચાંઉ રહે.અરુણોદયનગર મોટી ટાંકી પાસે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેનો પુત્ર દારૂ પીવાની ટેવવાળો હોય ગત તા.21/09 ના રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ પોતે પોતાના રૂમમાં સુતા હતા ત્યારે ઉપરના માળેથી વાસણ પછાડવાનો અવાજ આવતા તેઓ ત્યાં ગયા ત્યારે તેનો પુત્ર ઘરની ઘરવખરી ફેંકી તેની પત્ની સાથે ઝઘડો કરતો હોય જે બાબતે તેને સમજાવતા કપાતર પુત્રએ એકદમ ઉશ્કેરાઈને મને જેમ ફાવે તેમ ગાળો આપી આ મકાન વેચી નાખજે નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે વૃદ્ધ પિતાએ તેના કપાતર પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, મોરબી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 504,506(ફ) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.