કારોબારી સમિતિની બેઠક સમયે જ કોંગી સભ્યોએ ૧૪ કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો
કોંગ્રેસ શસિત મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક સમયે જ કોંગ્રેસના આઠ સભ્યોએ બંડ પોકારી જિલ્લા પંચાયતમાં બિનખેતી સહિતની બાબતોમાં બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની લેખિત રજુઆત કરતા ખળભળાટ મચી ગયો છે અને જિલ્લા પંચાયતમાં બળવા જેવી સ્થિતિ ઉભી થયાનું મનાઈ રહ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ શનિવારે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી માં કેટલાક સદસ્યોને એજન્ડા ન મળતા ભારે હંગામાં વચ્ચે કારોબારી સમિતિની બેઠક આગામી ૩૦ ઓગષ્ટ ના દિવસે યોજવા નક્કી થયું છે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળનાર હતી પરંતુ કેટલાક સભ્યોને એજન્ડા ન મળતા આજે કારોબારી મુલતવી રહી હતી.
દરમિયાન જિલ્લા પંચાયતના કેટલાક સદસ્યોએ કારોબારી સમિતિએ અત્યાર સુધીમાં ૧૪ કરોડનો ભ્રષ્ટાચાર આચર્યાની ફરિયાદ કરી તપાસ ની માંગ કરતા ચકચાર જાગી છે
મોરબી જિલ્લા પંચાયતની કારોબારીમાં કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસ ન ઘાટ વચ્ચે સમગ્ર જિલ્લામાં આજ હાલત હોવાની ચોકવનારી હકીકત સામે આવી છે. જિલ્લા પંચાયત ની કારોબારી મુલતવી રહ્યા બાદ કોંગ્રેસના આઠ સભ્યોએ સણસણતો આક્ષેપ કરી બિનખેતીમાં ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર કરી રીતસર બંડ પોકાર્યો છે.
કોંગી સભ્યોએ બન્ડ પોકારતા કહ્યું હતું કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચયત અમે ઓપન કારોબારીની માંગ કરી છે. કોંગ્રેસના કેટલાક સભ્યો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી કોંગી સભ્યોએ સતાપરિવર્તનના અણસાર આપ્યા હતા.