ભાજપ, ઓલ ઇન્ડિયા હિંદુસ્તાન કોંગ્રેસ, ભારતીય બહુજન કોંગ્રેસ અને ૮ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા
મોરબી:મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ગઈકાલે ભાજપ, ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ, શિવસેના, ભારતીય બહુજન કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ કુલ ૧૬ ઉમેદવારીપત્રો ભર્યા હતા જેમાં સૌથી વધુ ૭ ફોર્મ વાંકાનેર-કુવાડવા બેઠક પર રજૂ થયા હતા.
આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર ચૂંટણી અંતર્ગત ઉમેદવારીપત્ર રજુ કરવા માટે આજે આખરી દિવસ છે ત્યારે ગઈકાલે મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો પર પક્ષ અને અપક્ષ મળી કુલ ૧૬ ઉમેદવારીપત્ર રજૂ થયા હતા.
વિધાનસભા બેઠક વાઇઝ ગઈકાલે ઉમેદવારોએ રજૂ કરેલા ફોર્મની વિગતો જોઈએ તો ૬૫ મોરબી માળીયા બેઠક માટે ભાજપના કાંતિલાલ અમૃતિયા અને તેમના ધર્મપત્ની જ્યોત્સનાબેન કાંતિલાલ અમૃતિયાએ ભાજપમાંથી સતાવાર ઉમેદવારી નોંધાવી હતી. ઉપરાંત શિવસેના અને અપક્ષ તરીકે પત્રકાર કાસમભાઈ સુમરાએ ઉમેદવારીપત્ર ભર્યું હતું.
જ્યારે બેઠકમાં ભાજપના રાઘવજીભાઈ ગડારા, ભારતીય બહુજન કોંગ્રેસ વતી વણોલ કેશરબેન અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી નરેન્દ્ર બાવરવાએ ઉમેદવારી નોંધાવી હતી.
આ ઉપરાંત ૬૭-વાંકાનેર-કુવાડવા બેઠક માટે ૬ અપક્ષ ઉમેદવારો અને ભાજપ વતી જીતેન્દ્રભાઈ કાંતિલાલ સોમાણીએ ઉમેદવારીપત્ર ભર્યા હતા