Abtak Media Google News

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી મો.સાયકલ ચોરીની ઘણી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાયેલ હોય, તેમાંય ટીવીએસ મોપેડ મો.સાયકલ ચોરીની વ્યાપક ફરિયાદો હતી, મો.સાયકલ ચોરી અનુસંધાને મોરબી એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળેલ ત્યારે વોચમાં હોય તે દરમિયાન મોરબી નાની કેનાલ રોડ પરથી બે ટીવીએસ મોપેડ મો.સાયકલ લઈને નીકળેલ શંકાસ્પદ બે ઈસમોને તપાસતા ટીવીએસ મોપેડના એન્જીન અને ચેસીસ નં. પોકેટકેપ એપ્પ માં સર્ચ કરતા આ મો.સાયકલ ચોરીના માલુમ પડતા બંનેને દબોચી લીધા હતા.

આ પકડાયેલા આરોપીની પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરતા મોરબીના નાનીવાવડી ગામ કબીર આશ્રમ પાછળ બાવળની કાટમાંથી 11ટીવીએસ મોપેડ મો.સાયકલ તેમજ 07ટીવીએસ મોપેડ મો.સાયકલ આરોપીના ગાંધીધામ ખાતેના રહેણાંક મકાન પરથી તેમજ 03ટીવીએસ મોપેડ મો.સાયકલ ગાંધીધામ ખાતે અલગ-અલગ જગ્યા વહેંચી નાખેલ તે કબ્જે લઇ આમ કુલ 23ટીવીએસ મોપેડ મો.સાયકલ કબ્જે કરી આરોપી બલુભાઈ દેવજીભાઈ વારૈયા (રહે.ભાવનગર રોડ મફતિયાપરા,રાજકોટ), ડાયાભાઇ અમરશીભાઇ વડેચા(રહે.અંજારરોડ,ઝુપડપટ્ટી, આદિપુર),  રમેશભાઈ ચતુરભાઈ પટણી(રહે.લીલાશ કુટિયા,આદિપુર), દેવજીભાઈ રમેશભાઈ કુવરીયા(રહે.ગોલ્ડન સિટી, આદિપુર), કાંતિભાઈ બાબુભાઇ વડેચા(ગામ ખેડોઇ,જી.પૂર્વ કચ્છ) ની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.