જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો: પ્લોટ પર મકાન પણ બનાવી અપાશે,બાળકોને આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ અપાશે

મોરબીમાં વિચરતી જાતિના લોકો માટે  સનદ વિતરણ કાર્યક્રમ જિલ્લા કલેકટર જે.કે. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં મોરબીની આસપાસ ભટકતું જીવન જીવતા બાવરી જાતિના ૧૦૨ લોકોને સનદ આપવામાં આવી હતી.

મોરબી જિલ્લા કલેકટર જે.કે.પટેલ, અધિક કલેકટર જોશી, મામલતદાર એચ.બી. સતાણી,  જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મેસુરિયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સનદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી આસપાસ વર્ષોથી રખડતું ભટકતું જીવન જીવતા બાવરી જાતિના ૧૦૨ લોકોને પ્લોટ માટેની સનદ આપવામાં આવી હતી. વિચરતી જાતિના આ લોકોને મોરબી તાલુકાના જાંબુડિયા પાસે પ્લોટ ફાળવવામાં આવ્યા છે.જિલ્લા પટેલ જે.કે.પટેલે બાવરી જાતિના પ્લોટના લાભાર્થીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પ્લોટ ઉપર મકાન પણ બનાવી દેવામાં આવશે. આ ઉપરાંત બાળકો શિક્ષણ સાથે યોગ્ય વાતાવરણ મળી રહે અને તેઓ સારી કારકિર્દી ઘડી શકે તે માટે તેમને આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ આપવામાં આવશે. પૈસાના બદલામાં આ પ્લોટ નું વેચાણ ન કરતા. વધુમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, સરકાર તરફથી તમને તમામ સહાય મળી છે.ત્યારે તમે પણ પરિવારમાં  દારૂ, જુગાર જેવું કોઈ પણ દુષણ ન આવે તેની પૂરતી તકેદારી રાખજો. તમને આપેલી જગ્યા એ સ્થાયી થઈને નવુ જીવન જીવજો. નવો વ્યવસાય અપનાવીને સમૃધ્ધ જીવન જીવજો.આ સાથે આવનારી પેઢીને સારું વાતાવરણ આપજો

IMG 20180315 WA0011
gujrat news | morbi

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.