મચ્છુ ૨ ડેમમાં ૧૭૦ દિવસનો પાણીનો જથ્થો અનામત

મોરબી પાલિકાના ઢંગધડા વિનાના આયોજન અને નીતિના અભાવે નાગરિકો ભારે હાલાકીનો સામનો કરતા હોય છે શહેરમાં પીવાનું પાણી, ગંદકી અને રોડ રસ્તા જેવા પાયાના પ્રશ્નોખદબદી રહ્યા છે ત્યારે તાજેતરમાં પાલિકા દ્વારા એકાંતરા પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે પરંતુ જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં હજુ ૧૭૦ દિવસ ચાલે એટલો જળજથ્થો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

મોરબી નગરપાલિકામાં ઉનાળાના પ્રારંભે જ મહિલાઓના ટોળા પાણી માટેની પોકાર કરતા હોય તેવા દ્રશ્યો સામાન્ય બની ગયા હતા અનેક વિસ્તારની મહિલાઓ પીવાનું પાણી આવતું ના હોય તેવી ફરિયાદો લઈને કચેરી દોડી ગઈ હતી જોકે તાજેતરમાં પાલિકા દ્વારા કોઈ પણ જાહેરાત વિના જ એકાંતરા પાણી કાપ લાગુ કરી દેવાયો છે શહેરના દરબાર ગઢ, ખત્રીવાડ, ભવાની ચોક સહિતના વિસ્તારો ઉપરાંત શનાળા રોડ પરની સોસાયટીઓમાં પણ એકાંતરા પાણીકાપ લગાવી દેવાયો છે અને ઉનાળામાં એકાંતરા પાણી મળવાથી મિહલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જયારે બીજી તરફ મચ્છુ ૨ ડેમમાં પુરતો જળજથ્થો ઉપલબ્ધ હોવા છતાં પાણીકાપ અંગે પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે મચ્છુ ૨ ડેમમાં પુરતો પાણીનો જથ્થો છે જોકે નગરપાલિકા ઉપરાંત પાણી પુરવઠા બોર્ડથી વિતરણ કરાતા વિસ્તારમાં પાણીની કટોકટી ના સર્જાય તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મચ્છુ ડેમમાં ૧૭૦ દિવસ ચાલે તેટલો જળજથ્થો

મોરબી શહેરી વિસ્તારમાં એકાંતરા પાણીકાપ લગાવી દેવાયો છે ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં જળજથ્થાની માહિતી મેળવતા ચોકાવનારો ખુલાસો થયો છે કે દરરોજ શહેરી વિસ્તારની જરૂરિયાત મુજબ ૬ એમસીએફટી પાણી લેવામાં આવે છે અને આજની તારીખે મચ્છુ ૨ ડેમમાં ૧૦૨૧ એમસીએફટી એટલે કે પુરા ૧૭૦ દિવસ ચાલે તેટલો જળજથ્થો છે બીજા શબ્દોમાં કહીએ તો ઉનાળો આરામથી નીકળી જાય અને અડધા ચોમાસા સુધીનું પાણી ડેમમાં ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.