• સ્વ. પુજીત રૂપાણીની જન્મજયંતિ નિમિતે
  • 225 જેટલા કચરો વીણતા બાળકો વોટરપાર્કની રાઈડસની મોજ માણી ભાવતા ભોજનીયા માણી: આકર્ષક ગિફટ પણ અપા

સ્વ.પુજીતની જન્મ જયંતી નિમિત્તે કચરો વીણતા અને છેવાડાના વિસ્તારમાં વસતા ગરીબ બાળકો કે જેઓ કચરો વીણીને પેટીયુ રળતા અંદાજિત 225 જેટલા બાળકોને ચોટીલાથી આગળ આવેલ જોલી એન્જોય રિસોર્ટ વોટરપાર્ક ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા લઈ જવામાં આવેલ. પાણીને જોઈને જ બાળકો ચીચીયારી કરી આનંદ વ્યક્ત કર્યો હતો.

બાલ્યાવસ્થાએ જીવનની શ્રેષ્ઠ અવસ્થા છે પ્રત્યેક બાળકને પોતાનો બાળપણ માણવાનો અધિકાર છે. આર્થિક વિટંબણાને કારણે બાળપણ નહિ માણી શકતા શહેરના કચરો વીણતા બાળકો એક દિવસ માટે ખરા અર્થનું બાળપણ માણી શકે તેવા શુભ હેતુ સાથે ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ સીએમ  વિજયભાઈ રૂપાણી અને ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી પ્રતિવર્ષ શહેરના આવા બાળકોને એકત્ર કરી તેને ભરપૂર આનંદ મળે અને સામાન્ય કે તવંગર ઘરના બાળકોની માફક એન્જોય કરી શકે તેવો છેલ્લા 29 વર્ષથી અવિરત પ્રયત્ન કરી રહ્યા છે અને આ નિસ્વાર્થ સેવામાં સમાજનો પૂરેપૂરો સહયોગ મળી રહે છે.

આજરોજ બાળકોએ જોલી વોટરપાર્કની લેઝી ક્રેજી ગ્રેસી જેવી આધુનિક રાઈડ્સ ઉપરાંત બીજી ઘણી બધી રાઇડ્સનો સતત ત્રણ કલાક આનંદ લુંટ્યો હતો અને બાળકો પાણીની બહાર નીકળવાનું નામ લેતા ન હતા. સતત ત્રણ કલાક પાણીનો આનંદ માણતા ભૂખ્યા થતાં બધા બાળકોને મનભાવન ભોજન સાથે મીઠાઈ પણ પીરસવામાં આવેલ હતી. સવારે વોટરપાર્કમાં આવતા જ તેમને કેળા વેફર બિસ્કીટનો નાસ્તો આપવામાં આવેલ હતો. વોટરપાર્ક માટે ટ્રસ્ટને જોલી વોટર પાર્કના   મુકેશભાઈ શાહ, લાલાભાઇ ઉપાધ્યાય, ચોટીલા ભાજપ અગ્રણી   જયભાઈ શાહ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો. બાળકોને આવન જાવન માટે સ્કૂલના સંચાલકો દ્વારા બસની સુવિધા પ્રાપ્ત થઈ હતી.

આજના આ બાળસંગમ કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન   વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, અમીનેશભાઈ રૂપાણી ઉપરાંત નીતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં ટ્રસ્ટના જુના કાર્યકરો સર્વ હસુભાઈ ગણાત્રા, જયપ્રકાશભાઈ આચાર્ય, સરોજબેન આચાર્ય, મિત્સુબેન વ્યાસ, જયસુખભાઈ ડાભી, મુકેશભાઈ મહેતા, કે. બી. ગજેરા, પ્રફુલભાઈ સંઘવી, હરીશભાઈ શાહ, કેતનભાઇ મેસવાણી, રાજુભાઈ શેઠ, જગદીશભાઈ પંડ્યા, જીગ્નેશભાઈ રત્નોતર, કિરીટભાઈ પરમાર, હરેશભાઈ ચાંચિયા, કિશોરભાઈ ગમારા, મહેશભાઈ પરમાર, હર્ષદભાઈ સરવૈયા, કિશોરભાઈ ગાંગાણી વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી બાળકોની દેખરેખ રાખી હતી.

ટ્રસ્ટના વહીવટી અધિકારી  ભાવેનભાઈ ભટ્ટની તથા સેન્ટર કો ઓર્ડીનેટર/ સાગરભાઈ પાટીલની અગ્રેસરતામાં ટ્રસ્ટના કર્મચારી  શીતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, શિલ્પાબેન કુમારખાણીયા, મંજુલાબેન ભાલાળા, વર્ષાબેન મકવાણા, દીપકભાઈ જોષી, અનિલભાઈ ચાવડા પ્રેમભાઈ જોષી, અંજનાબેન રત્નોતર, અંજનાબેન સારેસા વગેરે સહભાગી બની બાળકો માટે બેનમુન વ્યવસ્થા કરી હતી.

વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી  ભાવેનભાઈ ભટ્ટનો   પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.0281-2704545 દ્વારા સંપર્ક સાધવા  કરવો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.