પાંચ મુસ્લિમ પરિવારની દિકરીઓએ સમુહ લગ્નમાં જોડાઇ સર્વધર્મ સમભાવાનો સંદેશો આપ્યો: ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ, મહામંત્રી વિનોદ ચાવડા, સાંસદ કુંડારીયા, મોકરીયા, ધારાસભ્યો સહિત રાજકીય-આગેવાનોની ઉ5સ્થિતિ
સ્વ. શૈલેષ રાદડીયા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં રીયલ મેળાનું ગ્રાઉન્ડ, ગ્રીન લેન્ડ ચોકડી રાજકોટ મુકામે ગત તા. 5 ને રવિવારના રોજ સાંજે પ કલાકે મુસ્લિમ સમાજની પાંચ દિકરીઓ સાથે 34 દિકરીઓના સર્વજ્ઞાતિય સમુહ લગ્ન યોજાયાં હતા.આ સમુહ લગ્નમાં ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, મહામંત્રી વિનોદભાઇ ચાવડા, સાંસદ મોહન કુંડારીયા, રામભાઇ મોકરીયા, ઉપપ્રમુખ ભરતભાઇ બોધરા, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, રાજકોટ શહેરના પ્રમુખ કમલેશ મીરાણી, મેયર ડો. પ્રદિપભાઇ ડવ સહિત પદાધિકારીઓ હાજર રહ્યા હતા.સમુહલગ્નના અઘ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને માર્ગદર્શક તરીકે પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને વિશેષ ઉ5સ્થિતિ નીતીન જાની(ખજુરભાઇ) રહ્યાં હતા.
સ્વામી નારાયણ મંદિર સરધારના સ્વામી નિત્યસ્વરુપ દાસજીએ ઉ5સ્થિત રહી આશીર્વચન પાઠવેલ હતા. સમુહ લગ્નના આચાર્ય પદે જાળીયા વાળા શાસ્ત્રી અમીત અદાએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સમુહ લગ્ન વિધી સંપન્ન કરાવી હતી.જાન આગમન, હસ્ત મેળાપ, ભોજન સમારંભ અને વિદાય સમાંરભ સહીતના કાર્યક્રમો યોજાયા હતા.પાંચ મુસ્લિમ પરિવારની દિકરીઓના લગ્ન મુસ્લિમ સમાજની પરંપરા મુજબ નિકાહ પઢાવાયા હતા. અને હિન્દુ સમાજની દિકરીઓના લગ્ન હિન્દુ સંસ્કૃતિ મુજબ સંપન્ન થયા હતા.સમુહ લગ્નના મુખ્ય મહેમાન તરીકે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલ અન અતિથિ વિશેષ તરીકે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરત બોધરા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીતના આગેવાનો, સામાજીક રાજકીય પદાધિકારીઓ સહીત સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉ5સ્થિત રહ્યા હતા.
સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં34 પરિવારની દીકરીઓને ઘરના આંગણે યોજાતા લગ્નની જેમ જ ભાવભરી વિદાય કરવામાં આવી હતી, પાંચ મુસ્લિમ દીકરીઓના નિકાહ સાથે યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવ માં સામાજિક રાજકીય આગેવાનો સંતો-મહંતો અને પરિવારજનો વિશાલ સંખ્યામાં હાજર રહ્યા હતા દરેક દીકરીને એવી અનુભૂતિ થઈ હતી કે વિશાળ પરિજનોની હાજરીમાં નવું જીવન શરૂ કરવા શોભાગ્ય પ્રાપ્ત થયું છે 16 ભાઈ રાદડીયા ની સ્મૃતિ માંયોજાતા સમુહ લગ્નોત્સવ ની પરંપરામાં વધુ એક અવસર યાદગાર રીતે ઉમેરાઈ જવા પામ્યું હતું
જ્ઞાતિ જાતિના ભેદભાવ છોડી ભારતવાસી બનીએ એજ મુખ્ય ધ્યેય : મુકેશ રાદડિયા
સમૂહ લગ્નના આયોજક મુકેશભાઈ રાદડિયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ જ્ઞાતિની દિકરીઓના લગ્ન કરાવ્યા હું ખૂબ ધન્યતા અનુભવું છું.વિઠલભાઈ રાદડિયા એક મર્દ માણસ હતા.તેમના અવસાન બાદ તેમની સ્મૃતિમાં આ ભગીરથ કાર્ય બીજી વાર કરવામાં આવી રહ્યું છે.આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી તેમજ નરેશભાઇ પટેલ પણ ઉપસ્થિત રહી સમાજને સારો સંદેશો આપેલ.સર્વ જ્ઞાતિની 34 દિકરીઓના લગ્ન થયા જેમાં માતા-પિતા વિહોણી દીકરીઓ છે તેમજ 5 મુસ્લિમ દીકરીઓ છે.સર્વે સમાજને સંદેશો પાઠવતા મુકેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે સૌ કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ છોડી ભારતવાસી બનીએ.