યાદે ગોષુલવરા કમિટી દ્વારા સોમવારે ભવ્ય જૂલુસ નિકળશે
તૈયારીઓને આખરી ઓપ: આગેવાનો અબતકની શુભેચ્છા મૂલાકાતે
તાજદારે બગદાદ પીરાને પીર રોશન જમીન મહેબુબે સુલ્હાની શાહે જીલ્લાની રદિઅલ્લાહ તઆલા સન્હુની યાદમાં દર સાલની જેમ આ વર્ષે પણ શહેરમાં શાનદાર જુલુસનું આયોજન યાદે ગોષુલવરા કમેટી દ્વારા કરવામાં આવેલ છે. જે તા. ૯-૧૨ને સોમવારે બપોરે રામનાપરા ગરુડ ગરબી ચોકી શ ઈને હઝરત ગેબનશાહ પીરની દરગાહ ખાતે રાત્રીના ૮:૩૦ કલાકે પુર્ણ શે.
વધુમાં સમસ્ત મુસ્લિમ બીરાદરોને આ જુલુસમાં અદબો-એહતરામની સો જોડાઈ મોહબ્બત અને ભાઈચારાની આલા મીસાલ પેશ કરી જુલુસને કામયાબ બનાવી સરકારે ગોષે આઝમની શાનમાં ગુલામે ગૌષ બની મોહબ્બતનો સબુત પેશ કરવા અનુરોધ કરાયો છે.
યાદે ગોષુલવરા કમેટી તરફી જુલુસને સફળ બનાવવા બહોળી સંખ્યામાં જોડાવવા અપિલ કરાઈ છે. ગોષુલવરા જુલુસ કમેટીના આયોજક: મહેબુબભાઈ અજમેરી કમેટીના પ્રમુખ અજદીન બાપુ કાદરી, કાર્યકારી પ્રમુખ એજાજબાપુ બુખારી, હોદેદારો અને સભ્યો સિકંદરબાપુ દારી, હબીબભાઈ કટારીયા, ઈકબાલભાઈ બેલીમ, યુનુષભાઈ જુણેજા, રજાકભાઈ જામનગરી, રજાકભાઈ જુણેજા, યુનુસભાઈ જુણેજા, હાસમભાઈ ચૌહાણ, ઈમરાનભાઈ પરમાર, પરવેઝભાઈ કુરેશી, ગફારભાઈ ખલીફા, ફિરોજભાઈ અજમેરી, રજાકભાઈ કારયાણીયા, સલીમ આરબ, આરીફ અજમેરી, યુસુફભાઈ દલ, વકારભાઈ બ્લોચ, સૈયદ ગફારબાપુ કાદરી, મુન્નવરખાન પઠાણ સહિતનાઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.