દિકરીના લગ્નને સેવા મહોત્સવ બનાવવા સમન્વય હાઇટ્રસ ખાતે કાલે યોજાશે રકતદાન મહા કેમ્પ

લગ્નમાં મારે કરિયાવર નહી રકતની જરુરીયાત વાળાના આર્શીવાદની જરુર છે તેવી પિતા પાસે માંગણી કરનાર રાજકોટની ઉવર્શીના લગ્ન પ્રસંગે પિતા નીતિનભાઇ ઘાટલીયા પરિવાર દ્વારા સમન્વય હાઇટસ ખાતે રવિવાર તા. 13 ના રોજ રકતદાન કેમ્પ અને રકતતુલાનો કાર્યક્રમ યોજનાર છે. અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ યોજાનાર કાર્યક્રમની વિશેષ વિગતો આપી હતી.

રાજકોટ, અમદાવાદ સિવીલ હોસ્પિટલના જરુરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશથી ઉર્વશીબેન નીતિનભાઇ ઘાટલીયાના લગ્ન પ્રસંગે તેમની રકતતુલા નિમિતે શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપના સહયોગથી તા. 13-11 રવિવાર સવારે 9 થી 4 વાગ્યા સુધી સમન્વય હાઇટસ પારેવડી ચોક, ભગવતી પરા મેઇન રોડ સુખ સાગર હોલ વાળી શેરી રાજકોટ ખાતે મહારકતદાન કેમ્પનું સમન્વય હાઇટસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. તેમ જ ઉર્વશીબેનની રકતતુલા રવિવારે બપોરે 1ર.39 એ કરવામાં આવશે.

આ કેમ્પમાં સમન્વય હાઇટસ પરિવારના  નીતીનભાઇ ઘાટલીયા, ઇશ્ર્વરભાઇ ઘાટલીયા, હિરેનભાઇ હાપલીયા,  હર્ષભાઇ હાપીલયા, મયુરભાઇ લીંબાસીયા, હિતેશભાઇ સરધારા, મનસુખભાઇ તલસાણીયા, મનસુખભાઇ પાટડીયા, રસિકભાઇ ભલગામા, પરમેશ્ર્વરી ગ્રુપ તથા નિતમન ગ્રુપ સોનીબજાર કનૈયા ગ્રુપ ગુંદાવાડી ના કિશોરભાઇ હાપલીયા બિપીનભાઇ વિરડીયા, શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપના વિનય જસાી દિપ કોટેચા તથા રાજકોટ અને અમદાવાદ સિવીલ હોસ્પિટલ બ્લડ બેક ના એમ.ડી. પેથોલોજી ડોકઠર્સની ટીમ માનવ સેવા આપશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.