વીજળીના ચમકારે ‘વાણીયા’ એ મોતી પરોવી લીધું…
અબતકની મુલાકાતમાં ‘શક્તિ સ્વરૂપ ચારણ જોગમાયા’ની રચનાનો વિચાર અને સતત ખેડાણના સર્જનની ગાથા વર્ણવતા જયદીપભાઇ કુંભાણી અને આંબાદાનભાઈ રોહિડીયા
અબતક ચેનલમાં માતાજી વિશેના અધ્યયનનું પૂરું ખેડાણ અલગ અલગ એપિસોડમાં બતાવવામાં આવશે
આ પુસ્તકની રચનાક્યાંથી શરૂઆત થઈ? કઈ કઈ યાત્રા કરી? કેવા કેવા અનુભવો રહ્યા ?એવું કેવું જાણવાનું થયું અને કેવા રહસ્યો ઉજાગર થયા? તે આખી યાત્રા દર્શકો સુધી પહોંચાડવી છે અબ તક ચેનલ દ્વારા અલગ અલગ મુદ્દા સાથે અલગ અલગ એપિસોડમાં આખી પુસ્તકની યાત્રા દર્શકો સુધી પહોંચાડવા માં આવશે
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !નહિતર અચાનક અંધારા થાશે જી;જોત રે જોતાંમાં દિવસો વહી જશે…..
પાનબાઈની આ રચનામાં સાક્ષાત્કારનું મહત્વ અને તેના પરિણામ સમજાવ્યા છે આવી જ એક ઘટનામાં જન્મે વણિક કર્મે ક્યાંય લેખક કે સાહિત્ય સાથે લેવાદેવા ન હોય પણ માતાજીની ભક્તિ અને જાણવાની જિજ્ઞાસા ના કર્તવ્ય એ ગુજરાત સાહિત્ય જ નહીં પરંતુ આધ્યાત્મિક પૌરાણિક વિરાસતમાં 1000 વર્ષની માહિતીના સચોટ આંકલન જેવા પુસ્તક” શક્તિ નું સ્વરૂપ ચારણ જોગમાયા” પુસ્તકની રચના ની એક વિશિષ્ટ સાહિત્ય સર્જનની ગાથા ની આજે અબ તકના આંગણે ચર્ચા કરવામાં આવી હતી
ધર્મ સંસ્કૃતિની ધરોહર અને આગામી પેઢીને બુટ ભવાની માતાજી ની સંપૂર્ણ ઐતિહાસિક પૌરાણિક અને વૈજ્ઞાનિક તથ્યો સાથેની માહિતીના એક પુસ્તકનું સર્જન કેમ થયું તેની સરસ વિગતો અહીં પ્રસ્તુત કરવામાં આવી છે સાહિત્યનું સર્જન માત્ર કલા સંસ્કૃતિ નહીં પરંતુ આધ્યાત્મિક અને ધર્મ સેવાનું પણ ઉત્તમ કાર્ય છે શક્તિનું સ્વરૂપ ચારણ જોગમાયા પુસ્તકનું નિર્માણ કરીને કરેલી પુરુષાર્થની ગાથા પણ અદભુત છે જયદીપભાઇ કુંભાણી અને અબાદાન ભાઈ રહોડીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી ભવનના પૂર્વ પ્રોફેસર અને અધ્યક્ષ ની બેલડીએ અદભુત પુસ્તકના રૂપમાં આધ્યાત્મિક જગત માનવ સંસ્કૃતિ ધાર્મિક અને જે લોકો ઇતિહાસને ઉજાગર કરવાની ખેવના રાખતા હોય તે માટે એક અદભુત પુસ્તકનું નિર્માણ કર્યું છે
સમાજમાં અત્યારે લોકો આધ્યાત્મિકતા તરફ વળ્યા છે આધ્યાત્મિક બાબતો અને સમજતા થયા છે ત્યારે શક્તિ સ્વરૂપ ચારણ જોગમાયા ખારોડા રાય આઈ શ્રી દેવલમાં આઈ શ્રી બુટ ભવાની માતાજી ના નિર્માણ અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે
પ્રશ્ન: જયદીપભાઇ કુંભાણી પુસ્તક પાછળની આપની અનુભૂતિ કેવી હતી? પુસ્તકનું સંપાદન અને સંશોધન કર્યું છે ત્યારે આ અભિયાન સાથે આપ કેવી રીતે જોડાયા?
જયદીપભાઇ કુંભાણી :બુટ માતાજી મારા કુળદેવી છે અને નાનપણથી જ મને બુટ ભવાની માતાજી વિશે જાણવાની ખૂબ જ જીજ્ઞાશા હતી પણ દર વખતે જુદી જુદી નાની દંતકથા સાંભળીને લાગતું તું કે આમાં વધે નથી આવતી પરંતુ એક સમય એવો આવ્યો કે મનમાં નિશ્ચય કર્યો કે હવે આમાં ડીપ માં ઉતરવું છે અને નાના પાયે સંશોધન કરવાનું ચાલુ કર્યું છતાં પણ શુદ્ધ માહિતી મળતી ન હતી પછી એકવાર મારો સંપર્ક ડોક્ટર અંબાદાનભાઈ રોહિડીયા સાથે થયો અને ત્યારે મેં મારા મનની વાત કરી કે મારી આ અભિલાષા છે ત્યારે તેમણે કહ્યું કે આ માટે આખો ઈતિહાસ જાણવો પડે તેના માટે તેમના કુટુંબના સીધી લીટીના વંશજોને મળવું પડે પછી નક્કી કરીને પ્રથમ બાડમેર ગયા ત્યાં દેવીદાન બેઠા ને મળ્યા તે સીધી લીટીના વારસદાર હતા તેમણે પછી અમારી આધ્યાત્મિક યાત્રા શરૂ કરાવી
પ્રશ્ન અબાદાન ભાઈ જ્યારે આ વિષય સાથે તમારી પાસે જયદીપભાઇ કુંભાણી આવ્યા ત્યારે તમને પ્રથમ શું વિચાર આવ્યો?
અંબા દાન ભાઈ રોહીડીયા: તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે કારણ કે આપણે અહીં પૌરાણિક દેવી દેવતાઓની ઉપાસનાની એક આગવી પરંપરા છે આપણે ત્યાં લોક પરંપરા અને ચારણ પરંપરામાં પૂજાતા માતાજીની પૌરાણિક સામાજિક ઇતિહાસની એક આગવી સંસ્કૃતિ છે ચારણ કુળમાં અનેક માતાજીઓએ જન્મ લીધા હશે આદિ આવડથી શરૂ કરીને બરડામાં હમણાં સુધી અમારા આઈ સોન બાઈ માં હયાત હતા બન્યા વાળમાં આઈ દેવલ છે આઈ શ્રી કંકુમાં છે અને અન્ય માતાજી પણ આ સમયગાળામાં હયાત છે આ એક એવી યાત્રા છે કે ભગવતીના વરદાનના કારણે જ્યારે જ્યારે સૃષ્ટિમાં અવતાર લેવાનું થશે ત્યારે ચારણ કુળમાં હું જન્મ લઈશ અને આ પરંપરા ચાલુ છે અને સતી માનું જ્યાં બ્રહ્મ નરેન્દ્ર પડ્યું આઈ શ્રી હિંગળાજ બલુચિસ્તાન પાકિસ્તાનમાં આજે પણ એ મંદિર આ અંગે અમારા ચારણોની માન્યતા એવી છે જો કે આ શ્રદ્ધાનો વિષય છે.
ભગવતીએ આપેલું વરદાન અને એના કારણે અમારે ત્યાં આઈ હિંગળાજ ના અનસાવતારી માતાજીનું અવતરણ થતું રહ્યું છે અને તે સમાજ સ્થાન માટે કામ કરતા રહે છે અને એટલે 18 આલમે એને માને છે આ પરંપરા તેમના પરચા અને સંસારી કુળ હકીકતો આજના યુગમાં ગ્રંથસ થઈને આવે તો ધર્મ પ્રેમીઓ અને માનવ સમાજને સાચી હકીકત અને ધર્મનું જ્ઞાન મળે આ એક ભગીરથ કાર્ય ગણાય અને આ કાર્ય માટે જ્યારે જયદીપભાઇ કુંભાણી આવ્યા ત્યારે મને ખૂબ આનંદ થયો. મને થયું કે આ માતાજીની જ કૃપા છે અને ભગવતી એ જ તમને આ કાર્ય માટે પ્રેરણા આપી છે ચારણ કુળમાં જન્મેલા આઈ દેવલમાં અને આઈ શ્રી બુટ ભવાની ને કેન્દ્રમાં રાખીને ધારણ પરંપરા ની વાત કરવાની હોય અને જેથી આવા સત્કાર્ય કરતા હોય ત્યારે અમે બધા સહયોગ કરીએ ત્યારે સોનામાં સુગંધ જ પડે અને નવી પેઢી સુધી આ વાત જાય આ માટે તેમણે ખૂબ મહત્વનું કામ કર્યું અને અમે તેમને બધી મદદ કરી
પ્રશ્ન: જયદીપભાઇ કુંભાણી આ પુસ્તકમાં સાંસ્કૃતિક ઐતિહાસિક વાતોની સાથે સાથે વૈજ્ઞાનિક રેફરન્સ પણ આવે છે આ આ માટે કેટલો સમય આપ્યો? તમે કઈ રીતે આ મિશન પાછળ એક રૂપ થયા આ અંગે તમારું શું કહેવું છે?
જયદીપભાઇ કુંભાણી: આ કાર્ય ઉપાડવાનું મૂળ કારણ હું તમને કહું એક વખત હું મારા દીકરાના દીકરા એટલે કે પૌત્રને માતાજી વિશે વાત કરતો હતો ત્યારે તેણે મને કીધું કે દાદા આ વાત તમે મને શબ્દોથી કહો છો.. તેના કરતા જો ચિત્ર બતાવીને સમજાવો તો અમને સમજવું વધારે સહેલું પડશે. એટલે મારા માટે પહેલું કામ આવી ગયું કે એ વાર્તા મારે સચિત્ર આલેખવી અને આ કામમાં મને સાત વર્ષ લાગી ગયા સાત વર્ષમાં અમે 2000થી વધુ ચિત્રો બનાવ્યા એક એક પેન્ટિંગ ને એક એક અઠવાડિયું લાગતું અને પછી એમાંથી મુદ્દા લઈ લઈને આખી વાર્તા એને અનુરૂપ બનાવવાનું શરૂ કર્યું
પ્રશ્ન: અંબાદાનભાઈ આ પુસ્તકનું મહત્વ સમાજ માટે કેટલું છે? બુટ ભવાની માને માનતા હોય એવા લોકો માટે અને ચારણી સમાજ માટે કેટલું છે?
અંબા દાન ભાઈ: આ પુસ્તકમાં જે કામ થયું છે તેમાં લગભગ સાત વર્ષ લાગ્યા છે એક યાત્રા ના નિષ્કર્ષ રૂપે આ પુસ્તકનું નિર્માણ થયું છે જયદીપભાઇ એ કહ્યું તેમ તેમણે સચિત્ર બનાવવાનો પ્રયાસ કર્યો છે. નવી પેઢીને આખી કથા સચિત્ર સમજાઈ જાય. તમામ પ્રસંગો સમજાય જાય આધ્યાત્મિક અનુભૂતિની સાથે સાથે ઐતિહાસિક પૌરાણિક અને ભૌગોલિક રેફરન્સ સાથેની વિગતો નું આ પુસ્તક ખરેખર ધર્મ આધ્યાત્મિક ની સાથે સાથે
અભ્યાસ માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે આ પુસ્તકમાં એકાદ હજાર વર્ષનો ઇતિહાસ વણી લેવામાં આવ્યો છે એટલે આપણા સમાજ ભાવિ પેઢી અને જેને જેને આધ્યાત્મિકતામાં રસ હશે તેના માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે
આ પુસ્તકમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે 51 શક્તિપીઠ નું નિરૂપણ કરવામાં આવ્યું છે શક્તિ પીઠો કયા સ્થળે આવી છેદાદસ જ્યોતિર્લિંગ ના સ્થળ અને તેનું મહત્વ સેટેલાઈટ ચિત્રમાં કેવી શંખાકૃતિઓ બને છે સેટેલાઈટ ઇમેજ નો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક ભૌગોલિક આધ્યાત્મિકની સાથે સાથે પુરાણી વિરાસતો નો અદભુત સમન્વય કરવામાં આવ્યો છે આ પુસ્તક સાહિત્ય વિજ્ઞાન આધ્યાત્મિક અને ધર્મ સંસ્કૃતિ ની વિગતો સાથેનો ગ્રંથ સમૂ આ પુસ્તક આપણા માટે એક માઈલસ્ટોન બની રહેશે.
‘શક્તિ સ્વરૂપ ચારણ જોગમાયા’ પુસ્તક પૌરાણિક આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રતીક
જયદીપભાઇ કુંભાણી અને અંબા દાનભાઈ ગઢવી ની વર્ષોની તપસ્યા જેવી મહેનત માહિતી પૌરાણિક આધ્યાત્મિક વિગતો નું એકત્રિત કરણ કરીને સર્જાયેલું આ પુસ્તક ખરેખર આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રતીક બની રહેશે અબ તક સાથેની વાતચીતમાં જયદીપભાઇ કુંભાણી નો પરિવાર મૂળ રાજકોટ નો પરંતુ હાલ મુંબઈના ચેમ્બરમાં રહી વાસ્તુશાસ્ત્રના વિશારદ અને જૈન વળીક પરિવારના એક સજ્જન આધ્યાત્મિક અને શિક્ષણ પ્રિય તરીકે આગવી ઓળખ મેળવી છે સાથે સાથે અંબાલાલભાઈ ગઢવી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે તેઓએ એ આધ્યાત્મિક સંસ્કૃતિ અને ઐતિહાસિક મનનીય પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરીને અબ તક દ્વારા પુછાયેલા આધ્યાત્મિક પ્રશ્નોનો સચોટ જવાબ આપ્યો હતો
ચડાવ માતાજીની પરંપરા શું છે?
ચળાવ માતાજી આવવાના કારણો છે કાતો બેન દીકરીના કપડામાં આવે દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિયરમાં હોય એ ઇષ્ટદેવી તરીકે સાથે આવે ક્યારેક પરિવારની આપત્તિના સમયમાં માતાજી સહયોગમાં આવ્યા હોય તેને ચડાવ માતાજી તરીકે કુળદેવી માં સ્થાન મળે છે
જેને આપણે કર ચૂકવીએ તે કુળદેવી
ઇતિહાસમાં એવું જાણવા મળે છે કે બધા કુટુંબો સાથે રહેતા હતા પછી દુકાળના કારણે બધા છૂટા પડવા મંડ્યા અને જેના ભાગે જે પડું આવ્યું એ પોતાના સાથે લઈ ગયા અને કુળદેવી તરીકે માને છે ચડાવો માતાજી એટલે પડા માંથી જે જેના ભાગ આવ્યા તે તેના કુળદેવી જેને આપણે કર ચૂકવીએ એ કુળદેવી કહેવાય કુળદેવી નો બીજો કોઈ અર્થ નથી પણ જેને તમે કર ચઢાવો એ કુળદેવી
માતાજી ને સિંહ ને વાઘ બે પ્રતીક વાહન શા માટે?
માતાજીના બે સ્વરૂપ છે એક દુર્ગા સ્વરૂપ અને બીજું અંબા સ્વરૂપ દુર્ગા સ્વરૂપ જોવો ત્યારે હંમેશા સિંહની સવારી અને જ્યારે અબ્બા સ્વરૂપ જોવો ત્યારે વાઘની સવારી હોય છે
ઢાલનું પ્રતીક સુરક્ષા નું પ્રતીક છે અહીં ઢાલ નું આકાર હૃદય જેવું રાખવામાં આવ્યું છે અહીં ઢાલ રાખીને માતાજીના કવચનું પ્રતીક રાખવામાં આવ્યું છે અંબા સ્વરૂપ સિંહ ઉપર બેઠા છે એક બાજુ દુર્ગા સ્વરૂપ વાઘ ઉપર બેઠા છે
નીચે માતાજી નો બીજ મંત્ર આપેલો છે
બીજ મંત્ર કોઈ એક કુળ કે માતાજી માટે સીમિત નથી તે તમામ ચારણ કુળના દેવીઓ નો એક જ બીજ ઓમ મંત્ર સાથે કુલ ત્રણ મંત્ર હોય છે
ઘંટા કર્ણ મંત્ર માં પણ આગળના ત્રણ મંત્ર એક સમાન હોય છે તેનું શું રહસ્ય?
બીજ મંત્ર માં પણ આગળના મંત્ર સરખા હોય છે પરંતુ તમે તેના પાછળના મંત્ર ફેરવો તો તેનો અર્થ અને ફળ ફરી જાય ઓમ મંત્ર જાપ થી શંકર ભગવાન ને માન આપવામાં આવે છે ઓમની સાથે સાથે અન્ય મંત્ર જાપવાથી આખા શરીરમાં એક પ્રકારની ઊર્જા ઊભી થાય છે અને ભાવ પ્રગટ થાય છે અને દરેક માતાજીની ઉર્જા એક જ શબ્દથી ઉત્પન્ન થાય છે
પુસ્તકમાં હજાર વર્ષનો ઇતિહાસ સજીવન થયો
આ પુસ્તકમાં 800/900 વર્ષનો ઇતિહાસ ચાંડલ્ય કુલથી આકારવામાં આવ્યો છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે માતાજીની સાથે સાથે 91 શક્તિપીઠ નો ઇતિહાસ પણ અભ્યાસ કરવામાં આવ્યો છે આ પુસ્તકના નિર્માણ માટે ખૂબ જ મહેનત કરવામાં આવી છે ચુડાસમા યુગ અને જુના જમાના ના વર્ષોમાં ક્યાં કયા કયા પુરાવા મળે છે તેનો અભ્યાસ કર્યો છે સાથે સાથે મંદિરો સાથે સંકળાયેલી વાતો અને તેના પુરાવાનો પણ અભ્યાસ
બુટ ભવાની માતાજીના સીધા વંશજો અત્યારે ક્યાં વસે છે?
ઘણી બધી જગ્યાએ વસે છે પરંતુ અમે બારમેરમાં માતાજીના વસ્ત્રો વસે છે તેને અમે મળ્યા હતા ખરેખર અત્યાર સુધી પૌરાણિક કથાઓમાં માતાજીના ત્રણ બહેનોની કથા સાંભળવામાં આવતી હતી પરંતુ ખરેખર માતાજીના સાત બહેનો હતી તે મને 60 વર્ષે ખબર પડી અને સંશોધન થયું પાકિસ્તાનમાં બિરાજમાન હિંગળાજ માતા ના પણ પુરાવા મળ્યા