ભાવનગર જિલ્લાના મહુવામાં સીએનજી ગેસનું વેચાણ બંધ થતાં રિક્ષા ચાલકોએ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ગેસ ન મળવાથી 500 જેટલી સીએનજી રિક્ષાના પૈડાં થંભી ગયા છે.
મહુવા રિક્ષા એસોસીએશન દ્વારા પારસ પેટ્રોલિયમ ખાતે ઓફલાઇન ગેસનું વેચાણ બંધ હોય જેથી મહુવાના ધારાસભ્ય અને સામાજિક ન્યાય મંત્રી આર.સી.મકવાણા ને સર્કીટ હાઉસ ખાતે રજુઆત કરાઇ હતી. પારસ પેટ્રોલીયમ દ્વારા ઓનલાઇન પંપ થતો હોવાથી ગેસ વેચાણ બંધ કરી દેતા અને ઓનલાઇન પંપની કામગીરી ધીમી ગતિએ ચાલતા રિક્ષા ચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. અને મહુવા થી 50 કિ.મી દૂર ગેસ ભરાવવા માટે જવુ પડે છે.
ત્યારે મહુવાના જાણીતા એડવોકેટ મુજબીન સોરઠીયાની આગેવાની હેઠળ મહુવા સર્કીટ હાઉસ ખાતે 500 જેટલા રિક્ષા ચાલકો એકઠા થઈને ધારાસભ્ય આર.સી. મકવાણા સામાજી ન્યાય અધિકારીતા મંત્રી ને રજૂઆત કરી અને યુધ્ધના ધોરણે પંપની કામગીરી પુર્ણ થાય તેવી ખાતરી આપી હતી…