મહુવા નજીક પાંચ દિવસ પૂર્વે કારખાનાના મેતાજીને માર મારી રૂ. 10.50 લાખની લુંટના બનાવનાં એલ.સી.બી. એ ભેદ ઉકેલી રત્ન કલાકાર, વિદ્યાર્થી અને બાળ આરોપીને ઝડપી લઇ મુદામાલ કબ્જે કરવા રિમાન્ડ પર અદાલતે સોંપતો હુકમ કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ
મહુવા સાવરકુંડલા રોડ તાવેડા ગામના પાટીયા પાસે થયેલ લુંટના આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓ બે મોટર સાયકલ ઉપર બીલડી ગામથી માઢીયા ગામ તરફ નીકળનાર છે જેવી હકીકત આધારે એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા મહુવા પો.સ્ટે. ના માણસો વોચમાં તે દરમ્યાન ઉપરોકત હકીકત મુજબના ત્રણ ઈસમો બે મોટર સાયકલ લઈને નીકળતા તેઓને રોકી પુછપરછ કરતા જેમાં આરોપી નિતિનભાઈ કિશોરભાઈ ચૌહાણ ઉ.વ.22 ધંધો.અભ્યાસ, રાહુલભાઈ રવજીભાઈ ડુબાણીયા ઉ.વ.19 ધંધો.કમ્પ્યુટરમાં હિરા બનાવાનુ રહે.
હાથાસણી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તા.13/08/2021 ના રોજ મહુવા સાવરકુંડલા રોડ ઉપર તાવેડા ગામના પાટીયા પાસેથી રૂ.10,50,000/- ની તેઓએ તથા તેઓની સાથેના અન્ય આરોપીઓએ લુંટ કરેલાની કબુલાત આપેલ.જેથી સદરહુ આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની અંગ ઝડતી કરતા તેઓના કબ્જામાંથી લુંટમાં ગયેલ રૂપિયા પૈકીના હોવાનુ જણાવેલ.જેથી સદરહુ રોકડા રૂપિયા તથા ગુન્હો કરવામાં વાપરેલ બન્ને મોટર સાયકલો તપાસ અર્થે કબ્જે કરી ધોરણસરની અટક કાર્યવાહી કરી કોર્ટ મહુવા ખાતે ઉપરોકત બન્ને આરોપીઓના તા.17/08/2021 ના રોજના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ કરતા સદરહુ ગુન્હો આચરવામાં મદદ કરનાર અને ફરીયાદી રૂપિયા લઈને નીકળનાર હોય તેની માહિતી આપનાર અકબર ઝુબેરભાઈ કાઝી ઉ.વ.20 ધંધો.મજુરી રહે.પ્લોટ વિસ્તાર, મોટા મોભાણીયા ગામ, તા.રાજુલા, જિ.અમરેલી નાને ધોરણસર અટક કરવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરીમાં એલ.સી.બી પી.આઈ. વી.વી.ઓડેદરા તથા મહુવા પી.આઈ. ડી.ડી.ઝાલા તથા એલ.સી.બી./ એસ.ઓ.જી.સ્ટાફના માણસો તથા મહુવા પોલીસ સ્ટેશનના માણસો જોડાયેલ હતા….