ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા માટે છેલ્લા ઘણા સમયથી આંદોલનો ચાલી રહ્યા છે. વિવિધ સમાજ દ્વારા ધરણાં કરીને આવેદનપત્ર આપીને આ વાતની રજૂઆત કરવામાં આવી છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આહીર સમાજ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તથા ગૌ હત્યા બંધ થાય તે માટે પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું.
અર્જુનભાઈ આંબલીયા ૧૧ જાન્યુઆરી,૨૦૨૧ થી દિલ્હી જંતર મંતર ખાતે અનિશ્ચિત કાલીન સમય માટે ધરણા પર બેઠેલા છે….ત્યારે ઘણા બધા તાલુકા તેમજ જિલ્લાઓની અંદર એકતા એજ લક્ષ સંગઠન દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો અને સમગ્ર ભારતમાંથી કતલખાનાઓ બંધ કરી દેવામાં આવે એ માટે મહુવાની પ્રાંત કચેરી ખાતે એકતા એ જ લક્ષ સંગઠનના ૨૦ થી ૨૫ યુવાનો દ્વારા આંબલીયાના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું..
અગાઉ પણ બીજા રાજ્યોમાં આહીર સમાજ દ્વારા પોતાના પ્રાંતની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે તેમજ ગૌવંશની હત્યા કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રોક લગાવવા માટે સખ્તાઈપૂર્વકના પગલાં લેવામાં આવે તેવી માગ સતત કરવામાં આવી હતી.