જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી સહિતની પોલીસ ટીમ દ્વારા મહારાષ્ટ્ર પોલીસની મદદમાં રહી, મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના આશરે પોણા ત્રણ કરોડના છેતરપિંડીના ગુન્હામા સંડોવાયેલ રાજકોટ શહેરના આરોપીઓ વિરલ વિજયભાઈ ડોડીયા તથા પ્રવીણ પરસોત્તમભાઈ શખાવરા ને મેંદરડા નજીક આવેલ મઘુવંતી ડેમ નજીક વિરલ ડોડીયાના ફાર્મ હાઉસ ખાતેથી પકડી પાડી, રાઉન્ડ અપ કરી, મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવેલ છે.
જૂનાગઢ પોલોસના હાથે પકડાયેલ આરોપીઓ વિરલ વિજયભાઈ ડોડીયા (ઉવ. 44, રહે. શક્તિધાર, શક્તિ સોસાયટી, શેરી ન. 11, સંત કબીર રોડ, રાજકોટ) તથા પ્રવીણ પરસોત્તમભાઈ શખાવરા (ઉવ. 34, રહે. તિરૂપતિ પાર્ક, શેરી નં. 1, મોરબી રોડ, રાજકોટ) દ્વારા મુંબઈ ખાતે રહેતા ફરિયાદી દિપક નંદલાલ સિદ્ધપુરાને સસ્તામાં સોનુ અપાવવાની લાલચ આપી, સોનાની ખરીદી પેટે રૂ. 2,67,65,714 રોકડા રૂપિયા લઈ, સોનુ કે પરત નહીં આપી, રૂ. 2,67,65,714 ની છેતરપિંડી કરવામાં આવતા, ફરિયાદી દ્વારા મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવેલ હતી.
દરમિયાન મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સુદર્શન પાટીલ તથા સ્ટાફને માહિતી મળેલ કે, આરોપી જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક આવેલ આરોપીના ફાર્મ હાઉસમાં છે. જેથી મુંબઈ પોલીસની એક ટીમ મેંદરડા આવી હતી, અને મેંદરડા પોલીસની મદદ માંગતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી તથા પોલીસ ટીમ દ્વારા મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સુદર્શન પાટીલ તથા સ્ટાફને મદદમાં રહી, બને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ વિરલ વિજયભાઈ ડોડીયા તથા પ્રવીણ પરસોત્તમભાઈ શખાવરા બને મૂળ રાજકોટના વતની છે, અને જૂનાગઢ જિલ્લામાં મેંદરડા ખાતે આરોપી વિરલ ડોડીયાનું ફાર્મ આવેલ હોઈ, ત્યાંથી બંનેને પકડી પાડી, રાઉન્ડ અપ કરી, મહારાષ્ટ્ર મુંબઈ પોલીસને સોંપવામાં આવેલ છે. મુંબઈ પોલીસ દ્વારા બંને શખ્સોનો કબજો મેળવી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.