જંગલમાં કાળીયારનો શિકાર કરતા શિકારીઓને પકડવા ગયેલી પોલીસ ટીમને ઘેરી લઈ અંધાધૂંધ ગોળીબાર કરાયો
મધ્યપ્રદેશના ગુના વિસ્તારમાં શિકારીઓને પકડવા ગયેલા પોલીસ કર્મચારીઓને શિકારીઓએ ઘેરી લીધા હતા. બાદમાં ત્રણ શિકારીઓની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટનાથી સમગ્ર એમપીમાં ચકચાર મચી જવા પામ્યો છે.
મધ્યપ્રદેશના ગુનામાં 3 પોલીસ કર્મચારીઓના હત્યા કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે પોલીસ કર્મચારીઓને કાળિયારના શિકારની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસકર્મચારીઓ શિકારીઓને પકડવાના ઈરાદાથી આરોન પોલીસ સ્ટેશન વિસ્તારના સગા બરખેડા ગામમાં પહોંચ્યા હતા. જ્યાં શિકારીઓએ પોલીસ કર્મચારીઓ પર ગોળી ચલાવી દીધી હતી. ફાયરિંગમાં ત્રણ પોલીસ કર્મચારીઓના મોત થઈ ગયા છે.
આ ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ આજે સવારે ત્રણેય પોલીસ કર્મીઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
આ ઘટના મોડી રાત્રે બની હતી. જ્યાં શિકારીઓ સાથે થયેલી અથડામણમાં એસઆઈ રાજકુમાર જાટવ, આરક્ષક નીરજ ભાર્ગવ અને આરક્ષક સંતરામના મોત થઈ ગયા છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. મુખ્યમંત્રીએ પોલીસ અને શિકારીઓ વચ્ચે અથડામણની દુર્ભાગ્યપૂરણ ઘટના અંગે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. મુખ્યમંત્રી નિવાસ પર આ બેઠક સવારે 9:30 વાગ્યે યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, સીએસ, ડીજીપી, એડીજી ઈંટ, પીએસ ગૃહ, પીએસ મુખ્યમંત્રી સહીત પોલીસના મોટા અધિકારી હાજર રહ્યા હતા. ગુના તંત્રના કેટલાક મોયા અધિકારી આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. જોકે, હજુ સુધી આ ઘટનાની વધારે માહીતી નથી મળી.
એવી કડક કાર્યવાહી થશે, જે બધાને યાદ રહેશે : ગૃહમંત્રી
નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે અમારા પરિવારના ત્રણ બહાદુર સભ્યોનાં મોત થયાં છે. આરોપી કોઈપણ હોય, પોલીસથી બચી શકશે નહીં. કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. આરોપીઓ પર એવી કાર્યવાહી કરીશું કે જે કોઈ ભૂલી ના શકે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જાતે જ ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા છે.
આઈજીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા
ઘટના વિશે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ઘટનાસ્થળ પર મોડા પહોંચતાં ગ્વાલિયરના આઈજી અનિલ શર્માને હટાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ સરકારે ત્રણેય પોલીસકર્મીના પરિવારને 1-1 કરોડ વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. પોલીસ ફોર્સ મોકલી દેવામાં આવી છે.