૨૭ વર્ષી એસ.સી સમુદાયને જમીન ન અપાતા ગ્રામજનોની રજૂઆત
લોધીકા તાલુકાના મોટા વડા ગામના એસ.સી. જાતિના લોકોને રહેણાંક હેતુ માટે ઘરાળ માટેના પ્લોટ ફાળવવામાં સનિક તંત્રવાહકો દ્વારા ઢીલી નીતિ રાખવામાં આવતી હોવાનું આક્ષેપ કરી આજે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રહેણાંક હેતુના પ્લોટ ફાળવવા માંગણી ઉઠાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના મોટાવડા ગામે રહેતા એસ.સી. જાતિના લોકોને છેલ્લા ૨૭ વર્ષી માંગણી કરવા છતાં ઘરાળ હેતુ માટેના પ્લોટ ફાળવવામાં આવતા ન હોય.
આજે મોટાવડા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમીતીના અધ્યક્ષ પોલાભાઈ મંગાભાઈ ખુમાણની આગેવાની હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરી તાકીદે રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવવા માંગણી કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com