લગ્નના બે મહિના બાદ ત્રાસ આપતા પતિ,સસરા-સાસુ, દાદીજી સામે નોંધાતો ગુનો
શહેરમાં જયપ્રકાશ નગરમાં છેલ્લા દસ મહિનાથી માવતર રહેતી પરંતુ લગ્નના બે મહિના બાદ જ ત્રાસ આપતા તેના પતિ સાસુ સસરા અને દાદીજી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ જયપ્રકાશનગર-2માં છેલ્લા 10 મહિનાથી માવતરે રહેતી સ્વાતિ નામની પરિણીતાએ નાનામવા પાસે કૈલાસ સોસાયટીમાં રહેતા પતિ દિવ્યેશ, સસરા મુકેશભાઇ માધાભાઇ મકવાણા, સાસુ નિર્મળાબેન, દાદીજી હંસાબેન માધાભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે. એમ.એ. સુધીનો અભ્યાસ કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, તેના લગ્ન દિવ્યેશ સાથે એક વર્ષ પહેલા થયા છે. સંયુક્ત પરિવારમાં રહેતા હોવાને કારણે બે મહિનાના લગ્નજીવન બાદ દાદીજીએ તને ઘરકામ આવડતું નથી તેવી નાની નાની બાબતોએ હેરાન કરવાનું ચાલુ કર્યું હતું અને કહેતા કે, આના કરતા તો મારી દીકરીની દીકરી લાવ્યા હોત તો સારું હોત.આ સમયે સાસુ પણ તારા મા-બાપે કરિયાવરમાં કંઇ આપ્યું નથી, તારી સાથે મારા દીકરાના લગ્ન કરાવ્યા પછી અમારે દેણાં થઇ ગયા છે.અને સવારે બધાની રસોઇ સહિતની કામગીરી કરીને પોતે નોકરીએ જતી હતી. નોકરી કરીને કરીને પોતે નોકરીએ જતી હતી. નોકરી કરીને પરત આવું ત્યારે પણ ઘરનું તમામ કામ પણ કરવું પડતું હતું.
સાસુ બાદમાં તને તો ઘરના કામ માટે જ લાવ્યા છીએ કહી પોતાના પર્સમાંથી પૈસા કાઢી લેતા હતા. અને સાસુ પતિને તું તારી પત્નીને બોલાવીશ તો મને ન તું બોલાવતો તેમ કહી ચડામણી કરતા હતા.જેને કારણે પતિ પોતાને બોલાવતા નહિ. સસરા પણ તમે વહુ છો, દીકરી નથી ઘરના બધા જેમ કહે તેમ કરવાનું કહી ત્રાસ આપતા હતા. એટલું જ નહિ ઘરના કહે તેમ ન કરવું હોય તો મારા દીકરાને છૂટાછેડા આપી દેવાનું કહેતા હતા. આ વાત પતિને કરતા તેઓ પોતાની સાથે ઝઘડો કરી મારા પરિવારને તું જોઇતી હોય તો જ મારે જરૂર છે નહિતર હું તને છૂટાછેડા આપી દઇશ તેમ કહી ઝઘડો કરતા હતા. આમ લગ્નના બે મહિના બાદ જ ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.