વેપારીઓને ફોનમાં પોલીસ ઇન્સ્પેકટરની ઓળખ આપી દાગીના સેરવી જતા: બે સોની વેપારી ભોગ બન્યા
સોની બજારમાં વેપારીઓ પાસે જઇ પોલીસના ર્સ્વાગમાં દાગીના બનાવી પૈસા ન આપી સોની વેપારીઓને છેતરવા પરસાણાનગરના સસરા-જમાઇને એ-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ઝડપી પાડ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જાગનાથ શેરી નં.૨૨માં ડો. દસ્તુર હોસ્પિટલ પાસે રહેતા અને સોની બજારમાં ભાવના જવેલર્સ તરીકે દુકાન ધરાવતા નવીનભાઇ ચમનલાલ ભીડી નામાના સોની વેપારીએ એ-ડિવિઝન પોલીસ મથકમાં અતુલ રાઠોડ અને સાગર મીયાવડા વિરૂધ્ધ છેતરપીડીની ફરિયાદ નોધાવી હતી.
ફરિયાદમાં વેપારીએ જણાવ્યા મુજબ અતુલ રાઠોડે ફોનમાં પોતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર તરીકે અને સાગર મીયાવડા પોતાનો ડ્રાઇવર હોવાથી ઓળખ આપી પોતાની પાસેથી રૂ.૧.૨૮ લાખ અને અન્ય એક સોનાના વેપારી પાસેથી રૂ.૯૬ હજારની છેતરપીડી કર્યાનું જણાવ્યુ હતુ.
એ-ડિવિઝન પોલીસના પીએસઆઇ જી.એસ.ગઠવી અને એ.એસ.આઇ. બી.ડી. મહેતાએ બન્ને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. પોલીસે તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ તરીકે ઓળખ આયનાર અતુલ રાઠોડ અને તેનો જમાઇ જેના ડ્રાઇવર તરીકે ઓળખ આપનાર સાગર મીયાવડાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે બન્નેની અટકાયત કરી નવીનભાઇ પાસેથી રૂ.૧.૨૮ લાખના દાગીના અને અન્ય વેપારી પાસેથી ૯૬ હજારના દાગીના પોલીસના ર્સ્વાગમાં ચિટિંગ કરી હતી. આ સિવાય અન્ય કોઇ સોની વેપારીઓ સસરા-જમાઇની બેલડીના ભોગ બન્યા છે કે કેમ તેની પૂછતાછ બંન્ને આરોપીના કોરોના ટેસ્ટ બાદ કરવામાં આપશે.