ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) સ્પેસમાં વિવિધ ઉપગ્રહો લોન્ચ કરતા હોય છે જેનાથી લોકો અને વેજ્ઞાનિકો બન્નેને ફાયદો થાય છે. ઈસરો દ્વારા આજે વધુ એક સંચાર ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે જેનો મુખ્ય હેતુ મોબાઈલ અને ટીવી કનેકશનની કનેક્ટિવિટી વધારવાનો છે.
ઇસરોએ ૧૭ ડિસેમ્બર ૨૦૨૦ ગુરુવારે બપોરે ૩:૪૧ વાગ્યે સેટેલાઇટ સીએમએસ – ૦૧ લોન્ચ કરાયું છે.આ સેટેલાઇટને ચેન્નાઇ થી ૧૨૦ કિલોમીટર દૂર સ્થિત સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી રવાના કરવામાં આવ્યું હતું . સીએમએસ -01 42મો ટેલિકોમ્યુનિકેશન ઉપગ્રહ છે.
આ સેટેલાઇટ દેશની મુખ્ય ભૂમિ અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપની સમૂહને વિસ્તૃત સી – બેન્ડની સેવા પૂરી પાડશે.
સેટેલાઈટથી થતા ફાયદા :
સીએમએસ -૦૧ સેટેલાઈટ ના કારણે ટેલિકોમ્યુનિકેશન સેવાઓ સુધરશે. આ સેટેલાઇટની મદદથી ટીવીની પિક્ચર ક્વોલિટી પણ સુધરી શકશે અને આપત્તિ વ્યવસ્થાપન દરમિયાન સરકારને પણ મદદ કરી શકશે. આ સેટેલાઇટ વર્ષ 2011 માં શરૂ થયેલા જીસેટ -2 ટેલિકમ્યુનિકેશન્સ સેટેલાઇટને બદલશે. સીએમએસ -01 આગામી સાત વર્ષ માટે સેવાઓ પ્રદાન કરશે
આ ઉપગ્રહ પૃથ્વીની સૌથી દૂરસ્થ ભ્રમણકક્ષા સ્થાપિત થશે
સીએમએસ -01 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 42,164 કિમીના સૌથી દૂરસ્થ બિંદુ પર સ્થાપિત થશે. જ્યારે આ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે, ત્યારે આ ઉપગ્રહ એ જ ગતિએ પૃથ્વીની આસપાસ ફરશે અને પૃથ્વી પરથી જોવામાં આવે ત્યારે આકાશમાં કોઈ સ્થળે ઊભા રહેવાનો ભ્રમ આપશે