પશ્ચીમ કચ્છ એસલીબીમાં તાજેતરમાં જ નાઈટ ડયુટીને લઈને ત્રણ કર્મચારીઓ વચ્ચે છુટાહાથની મારમારી થઈ હોવાની ઘટના ચર્ચાના એરણે ચડવા પામી હતી. હાથપાઈમાં એકાદને ઈજાઓ પણ થઈ હોવાનુ સામે આવી રહ્યુ છે તો વળી આ ડખ્ખો કેટલો વકર્યો હશે કે દોડીને ઈન્ચાર્જ પીએસઆઈને કચેરીમાં આવી જવાની ફરજ પડી ગઈ હતી.
બીજીતરફ આ ઘટનાને લઈને જાણકારવર્ગમાં પણ એક નવતર ચર્ચાએ જોર પડકયુ છે જે અનુસાર કહેવાય છે કે, પશ્ચીમ કચ્છમાં વર્તમાન એસપી સૌરભસિંગ ખુબજ કડક, તટસ્થ અને પ્રજાભિમુખ અધિકારીની છબી ધરાવી રહ્યા છે. તેઓ કાયદાની ચુસ્તતાપૂૃર્વક સારસંભાળ રાખી રહ્યા છે અને તેના લીધે જ આ વિસ્તારમાં કઈક બની બેઠેલા ભ્રષ્ટ ખાખીધારીઓની ઉપરની આવક ઠપ્પ જ થઈ જવા પામી ગઈ છે. બીજીરીતે કહીએ તો એસપી સિંગના હેાવાથી કોઈ પણ ભ્રષ્ટ ખાખીધારી હપ્તાવસુલી ખુલીને કરી શકતો જ ન હોવાની નોબત સર્જાઈ છે.
છતા પણ બેનામી રકમનો સ્વાદ ચાખી ગયેલા અને આદતી પલળેલા ખાખીધારીઓ આ બાબતે વાંદરો બધુ જ ભુલે પણ ગુલાંટ ન ભુલેના તાલે જ આ ધંધાઓના હપ્તાની રકમોની ભાગ બટાઈ કે પછી તેની ભુખ જ હાથપાઈ સહિતની ઘટનાઓને અંજામ આપવા પછવાડે કારણભુત હોવાની ચકચાર ઉઠી રહી છે. આ બાબતે સહેજ વીગતે વાત કરીએ તો જિલ્લા પેાલીસ વડાની પ્રજાભિમુખતાભરી કાર્યવાહીથી વહીવટદારોની કઈકની ઉપરની આવક થઈ ગઈ છે બંધ, બેનામી આવકો રળી લેવાની આદત વાળા પલળેલા તત્વો સરી ગયા છે હતાશામાં અને ધંધા તથા ભાગબટાઈની હુંસ્સાતુસ્સીમાં હવે આમને-સામને આવી રહ્યા છે અને તેમાં કચેરીમાંજ છુટટા હાથની હાથપાઈ કરતા પણ વાર ન કરતા હોય તેવી સ્થિતી આ ઘટના પરથી સામે આવવા પામી રહી છે.
આવામાં પ્રબુદ્વવર્ગમાથી થતી ટીકા સાથેની ચર્ચા અનુસાર લોકલક્રાઈમ બ્રાન્ચ જેવી શાખામાં કર્મચારીઓ આંતરીક રીતે લડી પડે, ઉચ્ચ અધિકારીને દોડીને મામલો સંભાળવાની સ્થીતી આવી જાય, ત્યાં આમપ્રજાજનોની સુરક્ષાનું શુ? આવા તત્વો કાયદો-વ્યવસ્થાની શુ રક્ષા કરશે? ગુન્હેગાર તત્વો પર આવી ઘટનાની કેવી પડશે અસર? તેમ પણ ચર્ચાઇ રહ્યું છે.
કચ્છમાં 78 પોલીસ કર્મીઓની બદલીના હુકમો કરતા એસ.પી.
પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં 9પ પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના હુકમો કરાયા છે. પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ દ્વારા બદલીના હુકમો જારી કરાયા હતા. જેમાં 17 કર્મચારીઓની બદલી માટે આવેલી રજૂઆત અને 78 કર્મચારીઓની વહીવટી કારણોસર અને જાહેર હિતાર્થે બદલી કરાઈ હતી.
આ અંગેની વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ દ્વારા બદલીના બે જુદા જુદા હુકમો કરવામાં આવ્યા હતા. જેમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, સંવર્ગના કર્મચારીઓની બદલી કરાઈ છે. 78 કર્મચારીઓને જાહેર હિત અને વહીવટી કારણોસર બદલવામાં આવ્યા છે.
જ્યારે 17 કર્મચારીઓને સ્વવિનંતીથી તેમની રૂબરૂ રજૂઆતને ધ્યાને પદરના ખર્ચે બદલી કરવામાં આવી છે. આ બદલીમાં એસઓજી, એલસીબીમાં લાંબા સમયથી ચીપકી બેઠેલા કર્મચારીઓની પણ બદલી થઈ હતી.