તત્કાલ કાર્યવાહી નહીં થાય તો આંદોલન: સામાજીક અગ્રણી હરેશ આહિર

કચ્છ જિલ્લામાં પવનચક્કીની કંપનીઓ દ્વારા સરકાર શ્રી દ્વારા બનાવેલા અને કાયદાઓનું સરેઆમ ભંગ કરવામાં આવે છે અને ગૌચર જમીનો પર પવનચક્કી ઊભી કરી દેવામાં આવી છે સરકારી પડતર જમીનો પર પણ પરવાનગી વિના પવનચક્કીઓ ઊભી કરી દેવામાં આવી છે પવન ચક્કીઓ ભી કરતી વખતે કીમતી ખનીજ સંપદાની પણ ચોરી ના આક્ષેપો થઈ રહ્યા છે તથા પવનચક્કી ની કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા રસ્તામાં અનેક સોથી દોઢસો વર્ષ જૂની જાળીઓ ને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જેના કારણે તે ઝાડીઓમાં રહેતા જીવ જંતુઓ અને પશુ પક્ષીઓનો અસ્તિત્વ ખતરામાં પડી ગયો છે આ બાબતે આજે જાગૃત નાગરિકો દ્વારા કલેકટરશ્રીને આવેદન પત્ર આપી તાત્કાલિક તે કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સામાજિક અગ્રણી હરેશ આહિર દ્વારા કલેકટરશ્રીને તમામ આધાર પુરાવાઓ સાથે ફરિયાદ કરવામાં આવી અને તાત્કાલિક તે પવનચક્કીની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આગામી દિવસોમાં જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જવાબદાર વિરુદ્ધ કાયદાકીય શસ્ત્ર ની સાથે પણ લડત લડવા ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

પવનચક્કીની કંપની દ્વારા પ્રકૃતિને પણ ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે આવી અનેક માંગણીઓને લઈને આજે કલેકટરશ્રીને આવેદન પત્ર આપી ધ્યાન દોરવામાં આવ્યું છે કચ્છની પ્રાકૃતિક સંપદાને ખૂબ જ મોટું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે તત્કાલ પ્રભાવથી આ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તથા પ્રકૃતિને થતું નુકસાન અટકાવવામાં આવે તે માટે કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.