ભચાઉ ખાતેથી ગુમ થનાર મહીલાની હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓને પુર્વ કચ્છ જીલ્લા પોલીસે પકડી પાડયા જે અનુસંધાને ગાંધીધામ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ*.   ભચાઉમાં એકલવાયું જીવન જીવતી વૃધ્ધ મહિલાની હત્યા બાદ બંધ દુકાનમાં રખાયેલી ટ્રોલીમાંથી મળેલી લાશના બનાવમાં પોલીસે નજીકના વોંધડા ગામના 21 અને 22 વર્ષના પ્રેમી યુગલની ધરપકડ કરી છે. જે અનુસંધાને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક કચેરીએ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં પોલીસ વડા દ્વારા પત્રકારોને સમગ્ર બનાવની હકીકત જણાવતા કહેવામાં આવ્યું કે ભચાઉના પોશ વિસ્તાર ગણાતાં માંડવીવાસમાં એકલાં રહેતાં 87 વર્ષિય જેઠીબેન આણંદજીભાઈ ગાલા શુક્રવારે વહેલી સવારે ભેદી રીતે ગાયબ થઈ ગયાં હતાં. તેમનું ઘર ખુલ્લું હતું.

સરપંચ પુત્રએ  વૃધ્ધાને  મોતને ઘાટ ઉતારી તેની પ્રેમીકાના વસ્ત્રો અને દાગીના પહેરાવીલાશને ટ્રોલી બેગમાં ભરી દુકાનમાં મૂકી દેતા ભાંડો ફૂટયો હતો

પોલીસે પ્રેમી યુગલને પકડી જેલ હવાલે કર્યા

ઘરમાં કોઈ ચોરી કે લૂંટ થઈ નહોતી. નજીકમાં રહેતાં પડોશીના સીસીટીવી કેમેરા ચેક કરાતાં જેઠીબેનના ઘરમાંથી અજાણ્યો યુવક ટ્રોલી બેગ ખેંચીને બહાર જતો હોવાના દ્રશ્યો દેખાતાં પોલીસ સતર્ક થઈ ગઈ હતી. પોલીસે વિવિધ દસ જેટલી ટીમ બનાવી ગહન રીતે શહેરભરમાં પથરાયેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું.શનિવારે સાંજે પોલીસને બાતમી મળી હતી કે કસ્ટમ ચાર રસ્તાથી લાયન્સનગર તરફ જતાં ઢાળ પર આવેલા વિશાલ કોમ્પ્લેક્સની દુકાન નંબર 19માં બહાર તાળું લટકે છે પરંતુ અંદરથી વહેલો લોહીનો રેલો શટર બહાર આવ્યો છે.

દુકાનનો ઉપયોગ ઑફિસ તરીકે થતો હતો. પોલીસે સ્થળ 52 દોડી જઈ દુકાન માલિકને જાણ કરતાં તેણે કહ્યું હતું કે તાળાંની ચાવી તેના પુત્ર પાસે છે અને હાલ તેનો સંપર્ક સંપર્ક થતો નથી. દુકાન માલિકે તેના ભાઈને મોકલી આપ્યો હતો અને તેની હાજરીમાં તાળાં તોડી અંદર પ્રવેશ કરતાં પોલીસ ચોંકી ઊઠી હતી. કારણ કે જે યુવક લાપત્તા જેઠીબેનના ઘ2 પાસેથી ટ્રોલી બેગ લઈને જતો જણાયો હતો તે ટ્રોલી બેગ અંદર પડી હતી. જેઠીબેન ગુમ થયાં તે ઘટનાને ગંભીરતાથી લઈ આઈજી મોથલિયાની સૂચના અને માર્ગદર્શન તળે એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી સાગર સાંબડાએ ભચાઉ પોલીસ ઉપરાંત  સામખિયાળી, આડેસર પોલીસ મથકના પીએસઆઈ અને સ્ટાફની અલગ અલગ 10 ટીમ બનાવી ગહન તપાસ શરૂ કરાવી હતી. પોલીસે 170થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી બે હજા2 કલાકથી વધુ ફૂટેજનું બેકઅપ લઈને તેનું એનાલિસીસ કરેલું. સીસીટીવી સાથે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સ પણ શરૂ કરી દેવાયેલું. સમગ્ર હત્યાકાંડમાં જેઠીબેનના પડોશીનો સીસીટીવી કેમેરા ખૂબ ઉપયોગી બની રહ્યો હોઈ પોલીસ તરફથી તેમને પુરસ્કારરૂપે પાંચ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરાઈ હતી. રાજુ અને રાધિકાની ધરપકડ કરી લેવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.