“ફોજદાર જયદેવે પોતાની પોલીસદળની ફરજ દરમિયાન યેલા અનુભવોનું મુલ્યાંકન મહાભારતના યુધ્ધમાં શ્રીકૃષ્ણએ આપેલા ઉપદેશ સાથે રૂપક સ્વરૂપે કર્યું !”

ઉચ્ચ પોલીસ અધિકારીઓના આગ્રહને કારણે ફોજદાર જયદેવ પોતે અતિવ્યસ્તતા છતા પોતાની શારિરીક અને માનસિક મર્યાદા જોઈને બે લેખ લખવાનું મનોમન નકિક કર્યુ. પ્રથમ આર્ટીકલ પોતાનો જાત અનુભવ કે જે પોતે અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ત્યારે પડોશના પોલીસ સ્ટેશન દામનગરના ધ્રુફણીયા ગામેથી એક દોઢેક વર્ષના બાળકનું રાત્રીના તેનીમા સાથે સુતુ હતુ ત્યારે કોઈ અપહરણ કરી ગયેલ જે બાળકનો એક અઠવાડીયાથી કોઈ પતો મળતો ન હતો જે કિસ્સો ચર્ચાસ્પદ તો ઠીક પરંતુ સમગ્ર સમાજ માટે િંચતાજનક અને પોલીસ માટે પડકાર અને કસોટીરૂપ બનાવમાં તે ઓપરેશનના છેલ્લા તબ્બકે ખાતાએ (છેલ્લા દિવસે) જયદેવને ઉતારેલા જે બાબત ખુબ જ પડકારજનક અને ચિંતા ઉપરાંત કરૂણાજનક બનાવ હતો તે અંગે લખવાનું શરૂ કર્યુ. ખાતાની સતત કામગીરી ઉપરાંત વેલ્ફેરફંડ એકત્રિત કરવાનું પડકારજનક કામ સાથે સાથે જયદેવે ચાર પાંચ દિવસે કટેક કટકે આર્ટીકલનો મુસદો તૈયાર કરી પોતાની સાથે જ વિશ્રામગૃહમાં રહેતા અલંગના ફોજદાર વાઘેલાને વંચાવ્યો આ લેખ ” અપહરણ એક ચિંતાજનક અપરાધ ના શીર્ષક હેઠળ લખાયેલો (જે લેખ આ ધારાવાહીના પ્રકરણ-૧૩૪ ખંડણી ૧-૨-૩ ના નામે પ્રસિધ્ધ થઈ ચુકેલ છે. જે વાંચીને વાઘેલાએ પ્રશંસા કરી વાહ સાહેબ લેખ અદ્ભુતતો છે જ પણ જો આ હકિકત સત્ય હોય તો ખરેખર અદ્ધિતીય કામ પણ કહેવાય !

પ્રથમ લેખની પ્રશંસા થતા જયદેવે પોતાની પોલીસદળની જીંદગી સાથે જ ધાર્મિક, સામાજીક  અને આધ્યામીક રીતે કામગીરીનું સંકલન અને મુલ્યાંકન અને રૂપક સ્વરૂપેનો બીજો લેખ કોણ કર્મયોગી લખ્યો. જયદેવનો હેતુ આ આર્ટીકલ લખવા પાછળ એ હતો કે પોલીસદળના જવાનોને પ્રોત્સાહન મળે અને આમ જનતામાં પોલીસદળની જે ખોટી છાપ છે તે અંગે આ આર્ટીકલ વાંચ્યા પછી લોકોનો દ્રષ્ટિકોણ પોલીસદળ અને તેની કામગીરી પ્રત્યેનો બદલવાનો હતો.

કુરૂક્ષેત્રના મેદાનમાં યુધ્ધના ઘોરકર્મ અંગે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રી મદ્ ભગવતગીતા રૂપે જ્ઞાનનો ઉપદેશ આપેલ તે જ્ઞાનના જે સંસ્કૃત શ્ર્લોકો હતા તેનો વાસ્તવિક અર્થ તો દિવ્ય જ હોય પરંતુ જયદેવે તે શ્ર્લોકોનો ભૌતિક દ્રષ્ટિએ અર્થઘટન કરી પોલીસદળની કામગીરીનું મુલ્યાંકન અને સરખામણી રૂપે લેખનો મુસદ્ો તૈયાર કર્યો અને અલંગ ફોજદાર વાઘેલાને વંચાવ્યો અને પુછયુ કે કેમ ચાલશે ? આથી તેમણે ઉમંગ અને ઉત્સાહ થી કહ્યુ આપો આપો લોકોને તો ઠીક પણ ઉચ્ચ અધિકારીઓને પણ ખ્યાલ આવે કે પોલીસખાતામાં પણ જાણકાર અને ધુરંધર કર્મચારીઓ અને અધિકારીઓ પણ પડયા છે!

આથી જયદેવે બંને આર્ટીકલ્સ તૈૈયાર કરી, વેલ્ફેર માટે એકત્રિત કરેલ ભંડોળ સાથે ભાવનગર જિલ્લા પોલીસવડાની કચેરીએ મોકલી દીધા. બીજા વધારે  આર્ટીકલ્સ માટે ફોન આવ્યા પણ સતત વ્યસ્તતા વચ્ચે સંગીત સંધ્યાનો કાર્યક્રમ આવી ગયો. જયદેવનો આ કોણ કર્મયોગી આર્ટીકલ આ સ્મરણીકામાં સૌથી પ્રથમક્રમે હતો જે નીચે મુજબનો હતો.

યુગો પહેલા ભગવાન શ્રી યોગેશ્ર્વરે જુદા-જુદા સ્વરૂપે કર્મયોગનો બોધપાઠ વિશ્ર્વને આપેલો. છેલ્લો દ્વાપરયુગમાં યોગેશ્ર્વર ભગવાને શ્રી કૃષ્ણ સ્વરૂપે ધર્મયુધ્ધ કુરૂક્ષેત્રમાં મહાનયોધ્ધા અર્જુનને કર્મયોગનું જ્ઞાન આપેલ હતુ જે જ્ઞાન ગીતા તરીકે વિશ્ર્વભરમાં પ્રસિધ્ધ પામેલ છે. સમયાંતરે આ ગીતા તત્વજ્ઞાનનું જુદી જુદી રીતે મહાપુરૂષોએ, વિદ્વાન અને જ્ઞાનીઓએ અર્થઘટન કરી જુદી જુદી ગીતારૂપે સર્જન કરેલ છે. પરંતુ મુળ ગીતાજ્ઞાન તો દેવભાષા સંસ્કૃતમાં મહાકાવ્ય મહાભારત કથામાં આજે જેમનું તેમ શબ્દશ: છે જ ગીતાના આ શ્ર્લોકોનું જે સંજોગોમાં જે સ્થિતીમાં જે તે સમયે ચિંતન કરવામાં આવે તો તે દરેક વખતે તે જ્ઞાનનો અલગ જ ખ્યાલ કે શ્ર્લોકનું અર્થઘટન થાય છે ટુંકમાં આ મુળ ગીતાના શ્ર્લોકોનું જ્ઞાનમય રીતે સૈધ્ધાંતીક રીતે ધાર્મિક રીતે અનેક પ્રકારનું અલૌકીક રીતે અર્થઘટન થયેલ છે.

પરંતુ ફોજદાર જયદેવે ગીતાજ્ઞાન (શ્ર્લોકો)નું અર્થઘટન કર્યંુ તે લૌકિક દૃષ્ટિએ પોલીસદળની ફરજ દરમ્યાન પોલીસની સમય, સંજોગો, સામાજીક પરીસ્થિતી અનુસાર અર્થઘટન કરવા પ્રયત્ન કર્યો. જયદેવ જાણતો હતો કેઆ ગીતાના શ્ર્લોકો નો પોતે અધ્યાત્મીક કે ધાર્મિક રીતે અર્થઘટન કરતો નથી તે ગીતા જ્ઞાન તો અલૌકિક દિવ્યજ્ઞાન તો અલગ જ છે. પોલીસ ખાતામાં જુદા જુદા સ્થળોએ પોરબંદરથી પંચમહાલ સુધીના વિસ્તારોમાં ફરજ દરમ્યાન પોલીસની કામગીરી અને ગીતાજ્ઞાનનો સમન્વય ભૌતિક અને લૌકિક દૃષ્ટિએ મનોમન પરિસ્થિતી મુજબ થયો તેથી આ લેખ લખવાની સ્કુરણા થયેલી.

જેમ કુરૂક્ષેત્રમાં ધર્મયુધ્ધ ન્યાય-અન્યાયનુ હતુ તેમ પોલીસનું કાર્ય પણ ધર્મયુધ્ધ જેવુ ન્યાય-અન્યાય વચ્ચેનું જ છે. જેમાં પોલીસે ધર્મપક્ષે (એટલે કે પાંડવપક્ષ કે ન્યાયના પક્ષે) રહી અધર્મીઓ એટલે કે બંધારણીય કાયદાઓનું ઉલ્લંધન કરનારા (ગુનેગારો) સમાજમાં રહેલા શકુનીઓ, દુર્યોધનો, દુ:શાસનો, જયદ્રથો વિગેરે સામે યુધ્ધ જેવી કાયદાપાલનની કાર્યવાહી કરવી જ પડે છે. પછી ભલે અન્યાયના પક્ષે પીતામહ ભીષ્મ કે ગુરૂ દ્રોણાચાર્ચ આવે કે પછી સત્તાધારી દુર્યોધનો કે દુ:શાસનો આવે ! જેવી વ્યકિત તે પ્રમાણે આક્રમકતા થી કે વીનમ્રતાથી જેમ અર્જુને તાતશ્રી પ્રણામ… તાતશ્રી પ્રણામ કરતા કરતા પણ ભીષ્મપિતા સાથે યુધ્ધ કર્યુ. જેવો દુશ્મન (ગુનેગાર) તે પ્રમાણે ગદા કે ધુનષ્ય કે જેવુ શસ્ત્ર તેનો વાર કરીને પોલીસે પણ યુધ્ધ (કાયદાની અમલવારી) કરવુ જ પડે છે.

ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુન ને કર્મ કરવાની જુદી જુદી પધ્ધતિ જણાવેલ છે. જેથી આત્માનું કલ્યાણ થાય અને મોક્ષ થાય અને સંસારબંધનમાંથી મુકિત થાય તે માટે કયારેક કર્મયોગની સલાહ તો કયારેક સમતારૂપ યોગની સલાહ આપેલ છે.

સમત્વં યોગ: ઉચ્યતે :- સમતારૂપે કર્મ:

યોગસ્થ કરૂ કર્માણી સંગ ત્યકતવા ધનંજય ॥

સિધ્ધય્ સિધ્ધયો: સમોભુત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥

હે અર્જુન તમામ ફળની મમતા, આશા ત્યાગ કરીને કર્મ કર્યેજા; સફળતા કે નિષ્ફળતા ને સમાન સમજવી અને તમામ પ્રત્યે સમદૃષ્ટિ અને સમભાવ રાખવો તે જ યોગ છે યોગની પ્રાપ્તી છે.

વાસ્તવીક ર્દષ્ટિ અને સમભાવ રાખવો તે જ યોગ છે યોગની પ્રાપ્તી છે.

વાસ્વીક દૃષ્ટિએ જોઈએ તો પોલીસદળમાં ખાખી વર્ધી પહેર્યા બાદ તેના જવાનોમાં કોઈ નાતજાતનો ફર્ક રહેતો નથી(દેખાવમા પણ ) વળી પોલીસ જવાનો જયારે ફરજ ઉપર હોય ત્યારે દરેક ફરજ કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર જ બજાવે છે બજાવવી પડે છે નવરાત્રીનો બંદોબસ્ત હોય કે જન્માષ્ટમીનો તહેવાર હોય કે તાજીયા મહોરમ કે ઈદના પ્રસંગેના બંદોબસ્ત હોય પણ પોલીસદળ એક જ દૃષ્ટિ (સમદૃષ્ટિ) થી ફરજ બજાવતુ હોય છે કે જે તે પ્રસંગ શાંતીથી પુર્ણ રીતે પુરો થાય ! અને તે માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે. જયારે કોઈ બનાવ કે અકસ્માત કે ગુન્હાના કામે કોઈ લાશ મળી હોય પછી ભલે લાશ હિન્દુની હોય કે મુસ્લીમની હોય પરંતુ પોલીસ જવાનો તો તેની કાયદેસરની તપાસ અને વિધી સમાનરૂપે અને પુરા સન્માન સાથે જ પુરી કરે છે. જયારે કુદરતી આપતિ, ધરતીકંપ, અતિવૃષ્ટિ કે આગજનીના બનાવો બને ત્યારે પણ પોલીસ જવાનો કોઈ નાતજાતનો ભેદ જોયા વગર માનવીય દૃષ્ટિએ (સમદૃષ્ટિ) તમામને મદદરૂપ થઈ પોતાની ફરજ બજાવે છે અરે માનવી તો ઠીક પણ પશુઓ પ્રત્યેપણ ધાતકી પણ અટકાવે છે તે ઉપરાંત પ્રકૃતિ એટલે કે જંગલ ને થતુ નુકસાન અકટાવીને નદી તલાવો કેનાલોના પાણીનો પણ વ્યય કે બગાડ અટકાવી ને પર્યાવરણનું રક્ષણ કરીને વન્યસૃષ્ટિનું પણ જતન કરીને સમગ્ર સુષ્ટિનો હિતરક્ષક બને છે આ તમામ કાર્યમાં તેની સમદૃષ્ટિજ હોય છે આમ પોલીસની કાર્યવાહી ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં વર્ણવેલા સમતાયોગ જેવી જ છે પોલીસને આવી કોઈ પણ કાર્યવાહીમાં કાયદાના પાલન સિવાય કોઈ રસ હોતો નથી.

યોગ: કર્મશુ કૌશલમ્: કાર્યમાં નીપુણતા એ જ યોગ:

બુધ્ધી યુકતો જાહાતિહ ઉભે સુકૃતે દુષ્કૃતે થા

તસ્માધ્ધોગાય યુજસ્વ: યોગ : કર્મશુ કૌશલમ્

અર્થાત બુધ્ધીશાળી મનુષ્ય સત્કાર્ય (પુણ્ય) અને દુષ્કૃત્ય(પાપ) એમ બંને તજી દે છે.આથી પરીણામ કેવુ આવશે તેવી અપેક્ષા રાખ્યા વગર ફરજમાં આવેલુ કાર્ય કરવુ જ રહ્યું તેથી તે કર્મમાં જોડાઈજા કર્મમાં નીપુણતા(હોંશીયારી) એ જ યોગ છે આ દૃષ્ટિએ જોતા જો કોઈ પોલીસ અધિકારી પોતાની ફરજમાં કોઈ કાર્ય સારૂ (પુણ્ય) કે કોઈ કાર્ય નરસુ (પાપ) જુએ તો સમાજમાં વ્યવહાર જ કેમ ચાલે ? પોલીસે તો કાયદા મુજબ કાયદેસર અને તે પણ નીર્લેપ ભાવે જે ફરજ સામે આવે તે બજાવવી જ પડે છે ભલે પછી આવી સામે આવેલી ફરજ માણસો (તોફાને ચડેલા) ઉપર લાઠી ચાર્જ કરવાનો આવે કે ફાયરીંગ (ગોળીબાર) માણસોના ટોળા(તોફોની) ઉપર કરવાનો આવે પરંતુ ન્યાયિક દૃષ્ટિ રાખી આકરી કે કડક ફરજ પણ બંધારણીય કાયદાના પાલન માટે બજાવવી પડે છે.

વીપરીત સંજોગો અને ક્ષ્ટસાધ્ય ફરજો પણ કૌશલમ્ ની રીતે બજાવવી પડતી હોય છે. પોલીસદળના કેટલાક કાર્યો એવા આક્રા અને કડક હોય છે કે સમય સંજોગો જોઈ ને પણ કરવા જ પડે છે કયારેક એવી ધરપકડો કરવી પડે છે કે પોતાના આત્માને પણ દુ:ખ તથા રંજ હોય છે પણ તે કર્મયોગ કૌશલમ્ ની પુર્તતા માટે કરવા  પડે છે પછી તેના પરીણામો માન-અપમાન જશ-અપજશ જે મળવુ હોય તે મળે તેના આવા કાર્યોને કારણે કયારેક બદલીઓ અને ફરજ મોકુફીઓ પણ આવતી હોય છે પરંતુ આખરે તો આ યુધ્ધનું મેદાન જ છે ને ? પરીણામ જે આવે તે તે દૃષ્ટિકોણ થી ફરજ બજાવવી જ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.