ખેડૂતો દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયુ
દ્વારકાથી લગભગ પચ્ચીસ કિ.મી. દૂર આવેલા કુરંગા ગામ પાસે આર.એસ.પી.એલ. ગ્રુપ દ્વારા ઘડી ડિટરજન્ટના મેગા પ્રોજેકટનું નિર્માણ કાર્ય લગભગ ત્રણેક વર્ષી ચાલુ છે. ઓખા મંડળ વિસ્તારમાં મીઠાપુર બાદ ખૂલનારા આ બીજા મોટા ઔદ્યોગીક એકમી સનીય લોકોમાં રોજગારી તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે આ વિસ્તારનો વિકાસ થાય તેવી અપેક્ષાઓ વચ્ચે શરૂ થયેલી આ કંપનીને લીધે ત્યાં આવેલી ખેતીલાયક ખેડૂતોની જમીનમાં કંપની દ્વારા અલગ અલગ પ્રશ્ન સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી ખેડૂતોને હેરાનગતિ પહોંચાડાતી હોવાની અને જેના કારણે ખેડૂતો પોતાની જમીનમાં પ્રવેશી શકતા ન હોય ખેતરોમાં ચોમાસા પહેલા ખેતપેદાશો વાવી ન શકતા હોવાની ફરિયાદ આ વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.
દ્વારકાધીશ જગત મંદિરે ભગવાનના આશિર્વાદ લઈ કુરંગા વિસ્તારના ખેડૂતોએ દ્વારકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કંપની દ્વારા અલગ અલગ રીતે ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદ સાથે કંપની દ્વારા સનીક લોકો અને ખેડૂતોને લાભ થાય તેવા પગલાંઓ લેવાની માંગ સોની રજૂઆત કરી હતી. તેમણે કરેલી માંગમાં ઘડી ડીટરજન્ટ કાું. દ્વારા કંપનીની હદમાં આવેલા અને ખેડૂતોની જમીનમાં જવા-આવવાના તમામ આંતરિક રસ્તાઓ ખુલ્લા કરાવવા, કુરંગા, ગોજી,ભોગાત, ભાટવડીયા,ગોકલપર, ભાટીયા સહિતના આસપાસના બેરોજગાર યુવાનોને કંપનીમાં નોકરીમાં પ્રામિકતા આપી રોજગાર પુરો પાડવા, કુરંગા ગામને તમામ પ્રામિક સુવિધાઓ તત્કાલ પૂરી પાડવા, કુરંગા-ગોજી રાજમાર્ગ ખુલ્લો કરાવવા તેમજ અહીંના ખેડૂતોની સસ્તા ભાવે ગયેલ જમીનોનું હાલના ભાવે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પણ ઉચ્ચારી હતી.