- લિવ-ઈન પાર્ટનર મજૂરીએ ગયાં બાદ પગલું ભરી લીધું : કારણ અકબંધ
કચ્છ જિલ્લાના ભૂજમાં સામુહિક આપઘાતનો અરેરાટીજનક બનાવ સામે આવ્યો છે. જેમાં એક માતાએ સૌ પ્રથમ પોતાના બે સંતાનોને ગળે ફાંસો આપીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ દુપટ્ટાથી લટકીને જીવન ટૂંકાવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભૂજ તાલુકાના કુકમા ગામે આજે સંગીતા દેત્રોજા (24) વર્ષીય મહિલા તેમજ તેના બે સંતાનો સંધ્યા (સાડા 4 વર્ષ) અને રાજવીર (દોઢ વર્ષ)ની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતી હતી.આ બાબતની જાણ થતાં પદ્ધર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે, સૌ પ્રથમ સંગીતાએ બન્ને બાળકોને ગળે ફાંસો આપ્યો હતો. જે બાદ પોતે પણ આપઘાત કરી લીધો હશે.
ભુજ તાલુકાના કુકમા ગામે એક જ પરિવારના માતા, પુત્ર, પુત્રી સહિત ત્રણ વ્યક્તિઓએ સામૂહિક આપઘાતથી કરી અરેરાટી ફેલાઈ જવા પામી છે. બનાવને લઈને પધ્ધર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઇને તપાસ હાથ ધરી છે. મહિલાને પતિ સાથે મનમેળ ન હોઈ મૈત્રી સંબંધમાં રહેતી હતી તેવા અહેવાલ સામે આવ્યા છે.
23 વર્ષીય સંગીતા વિજય દેત્રોજા, પુત્રી સંધ્યા (ઉ. વ. 4) અને રાજવી (ઉ.વ.1.5)ના મૃતદેહ ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવ્યા હતા.પધ્ધર પોલીસના કહેવા મુજબ હતભાગી પરિવાર બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ખમિદાણાં ગામના વતની છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજની જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. લીવ ઈનમાં મહિલા સાથે રહેતા વિજયએ બનાવની જાણ પધ્ધર પોલીસને કરી હતી.
સાંજે 5.45ના અરસમાં આ ઘટના બની હતી.
આ બનાવ અંગે પધ્ધર પોલીસ મથક ના પોલીસ સબ-ઇન્સપેકટર એચ.એમ.ગોહિલએ જણાવ્યું હતું કે ગત સાંજે ચાર વાગ્યે વિજય અને સંગીતાએ સાથે ચા પીધી હતી.
ત્યારબાદ વિજય સાડા ચાર વાગ્યાં આસપાસ મજૂરી કામ માટે ઘરેથી ચાલ્યો ગયો હતો. આ સમયગાળા દરમિયાન ઘટના બની હતી.
હતભાગી પરિણીતાનો લગ્નગાળો 6 વર્ષનો હતો. તેના પ્રથમ પતિ સાથે મનમેળ ન થતાં વિજય સાથે કુકમા આવી હતી. જ્યાં મૈત્રી સંબંધ કેળવીને રહેતા હતા.
વિજય કેટરિંગમાં મજૂરી કામ કરે છે. હાલ આ કિસ્સામાં સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળવા પામી નથી. આ આત્મહત્યાના બનાવમાં આર્થિક કારણ છે કે પછી ઝગડો તે તપાસ દરમિયાન બહાર આવશે. હાલ પધ્ધર પોલીસ દ્વારા વિજયની પૂછપરછ સાથે આસપાસમાં રહેતા પાડોશીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ તમામ પાસા તપાસી રહી છે.
લિવ-ઈન પાર્ટનર સાથે ચા પીધા બાદ પગલું ભરી લીધું
બનાવ અંગે પધ્ધર પોલીસ મથક ના પોલીસ સબ-ઇન્સપેકટર એચ.એમ.ગોહિલએ જણાવ્યું હતું કે ગત સાંજે ચાર વાગ્યે વિજય અને સંગીતાએ સાથે ચા પીધી હતી. ત્યારબાદ વિજય સાડા ચાર વાગ્યાં આસપાસ મજૂરી કામ માટે ઘરેથી ચાલ્યો ગયો હતો. આ સમયગાળા દરમિયાન ઘટના બની હતી. હતભાગી પરિણીતાનો લગ્નગાળો 6 વર્ષનો હતો. તેના પ્રથમ પતિ સાથે મનમેળ ન થતાં વિજય સાથે કુકમા આવી હતી. જ્યાં મૈત્રી સંબંધ કેળવીને રહેતા હતા.
મૃતક પરીવાર મૂળ બોટાદ જિલ્લાનો વતની
પ્રાથમિક તપાસમાં મૃતક સંગીતા પોતાના પતિ અને સાસુ સાથે રહેતી હતી. જે બન્ને કેટરિંગમાં મજૂરી કરે છે. આ પરિવાર મૂળ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે સંગીતાનો લિવ ઈન પાર્ટનર મજૂરી અર્થે નીકળયો ત્યારે જ તેણીએ આંત્યંતિક પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.