રાજકોટ શહેરના મહે. પોલીસ કમિશ્નર સાહેબ શ્રી અનુપમ સિંહ ગહલૌત સા. ની સુચના તથા શ્રી બી.બી.રાઠોડ સા. ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર સા. ક્રાઇમનાઓની રાહબરી હેઠળ તથા એસ.ઓ.જી. રાજકોટ શહેર પો.ઇન્સ. એસ.એન..ગડુ સા.ના માર્ગદર્શન થી અમો ઓ.પી.સીસોદીયા પો.સબ.ઇન્સ. ગે.કા. હથીયાર તથા ગે.કા. પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા માટે અમો તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના હે.કો. આર.કે.જાડેજા તથા પો.કોન્સ. ચેતનસિંહ ગોહિલ તથા પો.કોન્સ. ક્રિપાલસિંહ ચુડાસમા ને મળેલ ખાનગી હકિકત આધારે ઢોલરા ચોકડી કાંગસીયાણી રોડ કોઠારીયા સોલવન્ટ રાજકોટ ખાતેથી આશીફ હારૂનભાઇ
પરીયટ જાતે ધાંચી ઉ.વ.૩૨ ધંધો રી.ડૂા. રહે. રસુલપરા કોઠારીયા સોલવન્ટ રાજકોટ વાળાને કોઇ જાતના પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્બામાં ગે.કા. દેશી બનાવટની રીવોલ્વર કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા બે જીવતા કાર્ટીસ કિ.રૂ.૨૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૦,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. મજકુર આરોપી અગાઉ ખુનની કોશીષના
ગુન્હામાં પકડાયેલ છે.
પો.સ.ઇ. એચ.એમ.રાણા તથા પો.હેડ.કોન્સ. આર.કે.જાડેજા તથા પો.કોન્સ ચેતનસિંહ ગોહિલ તથા ક્રિપાલસિંહ ચુડાસમા તથા બ્રીજરાજસિંહ ઝાલા તથા મોહીતસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા તથા અનીલસિંહ ગોહિલ તથા હિતેષભાઇ રબારી તથા જયવિરભાઇ ગઢવી તથા જીતુભા ઝાલા તથા ગીરીરાજસિંહ જાડેજા તથા ગીરીરાજસિંહ ઝાલા.