રાજકોટ શહેરમાં કોઠારીયામાં રહેતી માતાને સગા દીકરા અને પુત્રવધુએ ગાળો આપી હતી જે બાબતે તેના નાના ભાઈએ ભાઈ ભાભી ને ગાળો આપવાનીના પાડતા ભાઈ ભાભીએ યુવકને ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી મારામારી કરતા બનાવો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો જેમાં કુવાડવા પોલીસે યુવકના ભાઈ ભાભી સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
ફડાકા ઝીંકી યુવકને મારમારતા કુવાડવા પોલીસે ગુનો નોંધી દંપતીની અટકાયત કરી
વિગતો મુજબ અંગે મોરબી રોડ પર મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતા હિરેન રમેશભાઇ નકુમ(ઉ.વ.39) નામના યુવાન દ્વારા આજીડેમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયામાં રહેતા સગા નાનાભાઇ અમીત રમેશભાઇ નકુમ(ઉ.વ 28) અને તેની પત્ની સંગીતા અમીત(ઉ.વ 26) ના નામ આપ્યા છે. જેમાં તેને જણાવ્યું હતું કે, તે પ્રાઇવેટ નોકરી કરે છે. તેમના માતા ધનીબેન (ઉ.વ.63) અને ભાઇ રાજુ માનસિક બીમાર હોય જે કોઠારીયા ગામે રહે છે.
ફરિયાદી યુવક ગઈ તા.1/10 ના રોજ કોઠારીયા ગામે માતાના ઘરે પંખો અને ફ્રીઝ ખરાબ થઇ ગયાં હોય તે બદલવા માટે ગયેલ હતો. બાદમાં ઘરની બહાર નિકળતા નાનો ભાઇ અમીત અને તેની પત્ની સંગીતા આવી હતી. માતા સાથે ઝડઘો કરવા લાગ્યા હતાં જેથી યુવાને ઝઘડો કરવાની ના કહેતા ઉશ્કેરાઇ જઇ સંગીતાએ યુવાનને લાફા મારી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જયારે અમીતે ગાળો આપી હતી.યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે,અગાઉ તેની બીમાર માતા સાથે અમિત અને તેની પત્ની સંગીતા ઝઘડો કરતા હોય જેથી તેમના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હોય તેનો ખાર રાખી તેને મારમાર્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બંને સામે ગુનો નોંધી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.