પીપળી અને પણાદરમાં કેડ સમા પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયા
કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાક થી વરસી રહેલ અવિરત વરસાદ થી શહેર ના અનેક નીચાણ વાળા વિસ્તારો અને અનેક ગામો બેટ માં ફેરવાયા છે.કોડીનારમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ થતાં પીપળી અને પણાદર ગામો માં ખેતરાઉ વરસાદી પાણી ફરી વળતા બંને ગામો માં કેડ સમાં પાણી ભરાઈ જતાં બંને ગામો બેટ માં ફેરવાયા છે.ગઈકાલથી કોડીનાર તાલુકામાં અવિરત મેઘ મહેર થઈ રહી છે.જેને કારણે વરસાદી પૂર અને ખેતરાવ પાણી કોડીનારના પીપળી અને પણાદર ગામ માં ઘુસી જતા પાણી પીપળી ગામ ના મુખ્ય માર્ગ પર ઝાપા માં કેડ સમુ પાણી ભરાયુ છે
જ્યારે નિચાણ વાળા વિસ્તારમાં આવેલ શેરીઓમાં પણ ગોઠણ ડૂબ વરસાદી પાણી ભરાયાં છે,ગામ ના અનેક ઘરો ના પાણી ફરી વળતા ઘરો માં રહેલો સામાન પાણીમાં ગરકાવ થતાં અને લોકો ને ઘર ની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોય ચિંતાનો માહોલ ઉભો થયો છે.નાના બાળકો ઘર ની બહાર નીકળે તો પાણી માં ડૂબી તણાઈ જાય તેવી પરિસ્થતિ નિર્માણ પામી છે તેમજ ખેતરો માં ઉભા પાક પાણી માં ગરકાવ થઈ જતાં જગત નો તાત ચિંતિત બન્યો છે.હજુ પણ અતિભારે વરસાદની આગાહીને પગલે લોકોની મુશ્કેલીમાં વધારો થાય તેવી સંભાવના સેવાઇ રહી છે.
કોડીનારમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ સાથે મોસમ નો કુલ વરસાદ 35 ઇંચ નોધાયો છે.કોડીનારમાં ભારે વરસાદ થવા ના કારણે કોડીનારથી પીપળી-પણાદરને જોડતા ભૂખેશ્વરની નળ વાળા રોડ પર લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશાઈ થતાં પીજીવીસીએલના અનેક થાંભલાઓ તેમજ વીજ વાયરો તૂટી જતા સોસાયટી વિસ્તારમાં વીજળી થઈ ગુલ થતાં તંત્ર એ વીજ પુરવઠો પૂર્વવત કરવા કમર કસી છે.તેમજ મિત્યાજ રોણાજ રોડ ઉપર પણ મહાકાય વૃક્ષ ધરાશાઈ થતાં વાહન વ્યવહાર ઠપ્પ થયો હતા.