લોધીકા તાલુકાના ખીરસરા ગામે તાલુકા શાળામાં ૨૨ બાળકો તેમજ નવી પ્રા.શાળામાં ૨૬ બાળકોએ પ્રવેશ લીધેલ સાથે સાથે આંગણવાડી કેન્દ્રના બાળકોએ પ્રવેશ મેળવેલ. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ બાલમેળો જેવા કાર્યક્રમો રજુ કરેલ. નવા પ્રવેશ મેળવતા બાળકોને રાજકોટ ગ્રામ્ય-૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા લોધીકા આઈટીઆઈ પ્રિન્સીપાલ કિરણબેન વ્યાસ, સી.આર.સી હસ્મીતાબેન કથિરીયા ખીરસરાના આગેવાનો જયેન્દ્રસિંહ જાડેજા, કિશોરસિંહ ઝાલા, ગ્રામ પંચાયત સભ્ય ખીમજીભાઈ સાગઠિયા, ઉપસરપંચ મુકેશભાઈ સાગઠિયા, સરવૈયા જીજ્ઞેશ રાઠોડ, રાજેશ રમેશભાઈ, જીતેન્દ્ર નિમાવત, લક્ષ્મણભાઈ સિસ્ટર નિવેદિતા સ્કૂલ વ્હીરલનો સ્ટાફ ચનાભાઈ મકવાણા, સોમાભાઈ સાગઠિયા, મેટોડા પીજીવીસીએલ સ્ટાફ જીલ્લાના મોહનભાઈ દાફડા વિગેરે ઉપસ્થિત રહેલ.
અમે નવા પ્રવેશ મેળવતા બાળકોને શાળા કિટ તેમજ બાલ આંગણવાડીના બાળકોને ભાગ સુખડીનું વિતરણ કરેલ. ખીરસરા પ્રા.શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. જે લોધીકા તાલુકાની દશ શાળામાં છે. શાળા પ્રવેશોત્સવ ક્ધયા કેળવણી કાર્યક્રમથી શાળામાં બાળકોના પ્રવેશનો રેસીયો વધેલ છે તેવું ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા જણાવે છે. તલાટી મંત્રી ખીરસરા ભટભાઈ ઉપસ્થિત રહેલ હતા.