ખંભાળિયામાં ડરનો માહોલ ઉભો કરતા બે બનાવો બાદ તેઓની સક્રિયતાના કારણે ફરી શાંતિ સ્થપાઇ
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ફલક પર ધમધમતા ખંભાળિયામાં તાજેતરમાં એક દિવસના બે બનાવ ચૌટદાર બન્યા હતા જેમાં પ્રથમ છરીની અણીએ લૂંટનો બનાવ તથા બીજા બનાવમાં પીધેલ હાલતમાં પોલીસકર્મી દ્વારા નિર્દોષ યુવાનોને માર મારવાનો બે બનાવોએ સમગ્ર સમાજમાં ડરનું વાતાવરણ સર્જ્યું હતું ત્યારે ખંભાળિયાના વતની તથા રિલાયન્સ કાું ના ગ્રુપ પ્રેસીડન્ટ પરિમલભાઇ નથવાણીએ જીલ્લા પોલીસ વડાને કાયદો વ્યવસ્થાને વધુ સંગીન બનાવવા તાકીદ કરી હતી.
પરિમલભાઇની વતન પ્રત્યેની આ વેદના ખરેખર કાબીલે દાદ છે. સમાજમાં જ્યારે ભયનું વાતાવરણ હોય ત્યારે કોઇ મસિંહા સત્યતૂતાની છડી પોકરનાર હોયએ એમના વતનના લોકો માટે પણ ગૌરવની વાત કહેવાય. આજના ચાપલુશીભર્યા સ્વાર્થી રાજકારણમાં જનતાના વિશ્ર્વાસુ આગેવાન જનતા સાથે રહે એ હકિકત હાલના સત્તાધીશોઓએ ગ્રહણ કરવા જેવું જીવંત ઉદાહરણ છે.
આ હકિકતને ખંભાળિયાના બ્રહ્મસમાજ મિત્ર મંડળના કિશોરભાઇ ભટ્ટ, વજુભાઇ વોરિયા, વિનાયક ભટ્ટ, દિલીપભાઇ વ્યાસ, હિતેન્દ્રભાઇ આચાર્ય, ઉત્તમભાઇ શુક્લ, ધર્મેન્દ્રભાઇ ભુરા, ધર્મેન્દ્રભાઇ જોષી, સુરેશભાઇ ઢાંકી, જયભાઇ કૂવા, પ્રકાશભાઇ જોષી, જીતુભાઇ મોતા, આર.એન. રાજ્યગુરૂ, જયેન્દ્ર પંડિત વિગેરે દ્વારા તથા ગાયત્રી પરિવારવતી નિર્મળાબેન ગોકાણી, ચન્દ્રીકાબેન રાવલ, ઉષાબેન બોડા વિગેરે દ્વારા તેમજ જલારામ અન્નપૂર્ણા ગૃહ મંડળના મનુભાઇ કાનાણી, દિવુભાઇ સોની વગેરે દ્વારા આવકારવામાં આવી છે. પરિમલભાઇ નથવાણીએ તેઓના વતન ખંભાળિયામાં જનરલ હોસ્પિટલ જે શહેર થી દૂર આવેલ હોય જેથી તેમના દ્વારા દર્દીઓ તથા તેમના સ્વજનો માટે વિનામૂલ્યે એમ્બ્યુલન્સ પણ શરૂ કરવામાં આવી છે.