સરદાર પટેલના સ્ટેચ્યુને ચાઇનાના બુટ સાથે સરખાવનાર રાહુલ ગાંધીના પુતળાને કાર્યકરોએ ચપ્પલ ફટકાર્યા
સરદાર વલ્લભભાઇ પટેલનું વિશ્ર્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ બની રહ્યું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીએ સ્ટેચ્યુને ચાઇનાના બુટ સાથે સરખામણી કરી સરદાર વલ્લભભાઇ પટેલનું અપમાન કરેલ છે. તેના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાને ચપ્પલ મારી રાહુલ ગાંધી વિરુઘ્ધ ઉગ્ર સુત્રચાર સાથે વિરોધ પ્રદર્શન કરેલ.
આ કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ કાળુભાઇ ચાવડા, જી. પં. વિપક્ષના નેતા મયુરભાઇ ગઢવી, શહેર પ્રમુખ મનુભાઇ મોટાણી, મહામંત્રી અશોકભાઇ કાનાણી, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના ઇન્દ્રજીતસિંહ પરમાર, ન.પા. ઉપપ્રમુખ પી.એમ.ગઢવી, જીલ્લા મહીલા મોરચાના પ્રમુખ મનીષાબેન ત્રિવેદી, જીલ્લા યુવા મોરચા મહામંત્રી સુરપાલસિંહ ચુડાસમા, શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ નાથુભાઇ ગઢવી, તા.પં. ચેરમેન રાજુભાઇ ગોજીયા, અનિલભાઇ તન્ના, કિશોરભાઇ મંડપીયા, અમિતભાઇ શુકલ, કિરીટભાઇ ખેતીયા, જગુભાઇ રાયચુરા, જગુભાઇ ખેતીયા, નિકુંજભાઇ વ્યાસ, પાર્થભાઇ દાવડા, પ્રભાતભાઇ ચાવડા, હસમુખભાઇ નકુમ, રવજીભાઇ નકુમ, અરજણભાઇ ગોજીયા, રાહુલભાઇ બરડીયા, આમિનભાઇ ઘાવડા, અજુભાઇ ગાગીયા, રમેશભાઇ ગઢવી, ઉષાબેન પાયલબેન તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.