કેશોદના અખોદર ગામે લોકો પાસે ખાદ સામગ્રી નથી બિમાર લોકોને સારવારમાં લઇ જવાની કોઇ સુવિધા નથી તંત્ર જાગશે ?કે સેવાભાવી સંસ્થાઓની મદદની રાહ જોતા ગ્રામજો, મેઘરાજા સમગ્ર સૈારાષ્ટ્રમાં મન મુકીને વરસતા ચોમાસાની શરુઆતમાં અનરાધાર મેઘ તાંડવ થતા કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર થતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક ગામો બેટમાં ફેલાવાયા છે ઘેડ પંથકમાં જયાં નજર કરો ત્યાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે
અમુક ગામોનો વાહન વ્યવહાર ઠપ્પ થયો છે મોટાભાગના ગામોમાં તંત્ર દ્વારા ડોકયું ન કરવામાં આવતા તંત્ર સામે લોકો ફીટકાર વરસાદી રહ્યા છે. તો અનેક ગામો પ્રાથમીક સુવિધાઓની રાહ જોઇ રહ્યા છે કોઇ ગામોમાં વિજળી ગુલ થઇ છે તો કોઇ ગામોમાં પશુઓ માટેના ધાસચારાની તંગી ઉભી થઇ છે અનેક ગામોના ખેડુતોની હજારો વિઘા જમીન ધોવાણ ગયેલ છે. તેમજ ખેડુનોના ઉભા પાકમાં પણ મોટાપાયે નુકશાની ભોગવવાની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે હાલાકીનો સામનો કરતાં લોકો પાસે તંત્ર દ્વારા આશ્વાસન આપવાનો પણ સમય નથી તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
મેઘરાજાની દે ધનાધન એન્ટ્રીથી એક સપ્તાહમાં અઠયાવીસથી પણ વધુ ઇંચ વરસાદ થતા અનેક ગામો હાલાકી વેઠી રહ્યા છે. ઉપરવાસ વધુ વરસાદથી અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેની મોટાભાગના ગામોને જાણ કરવામાં આવતી નથી તેવું લોકો જણાવી રહ્યા છે. અને અચાનક નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક થતા લોકો ઉપર આફ ફાટયા જેવો આધાત લાગ્યો છે અને ઘેડ વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
ત્યારે લોકોએ તમામ તકલીફો સહન કર્યા બાદ લોકોને મુલાકાતે કેશોદના ધારાસભ્ય જઇ મુલાકાત લઇ રહ્યા છે ત્યારે વી ચર્ચાઓ થઇ રહી છે કે ઘેડ પંથક જયારે પહેલી વખત બેટમાં ફેરવાયું હતું ઘેડ પંથકમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ હતી એવી વિકટ પરિસ્થિતિ સમયે પણ લોકોને વેદના સરકાર તંત્ર સુધી પહોચાડતું જયાં મીડીયા પહોંચી શકે ત્યાં તંત્ર કેમ ન પહોંચી શકે હાલ એક સપ્તાહ બાદ ધારાસભ્ય ઘેડ પંથકની સમીક્ષા કરી રહ્યા છે. તે બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ ખેડુતોની હજારો વિધા જમીનમાં ધોવાણ થવાથી મોટી નુકશાની થઇ છે.
તેમજ વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની પુરી સંભાવના છે. ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી આશા વ્યકત કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવશે કે માત્ર સર્વે કરી આશ્ર્વાસન આપવામાં આવશે તે જોવાનું રહ્યું. હાલમાં કેશોદ તાલુકાનું અખોદર ગામ એવું છે જયાં લોકો ગામની બહાર કે બહારના લોકો ગામમાં જઇ શકતા નથી તેવા ગ્રામજનો પાસે ખાદ સામગ્રી છે કે નહી તે મને પ્રાથમીક સુવિધા મળે છે કે નહી તેની ચિંતા કરનાર છે કોઇ? સંપર્ક વિહોણા થયેલા ગામોની આપણે માત્ર કલ્પના હાલની ૫રિસ્થિતિમાં લોકો પાસે ખાદ નથી શાકભાજી નથી લોકો ફુડ પેકેટની રાહ જોઇ રહ્યા છે અનેક લોકો બિમાર છે ત્યારે બિમાર લોકોને સારવાર માટે લઇ જવા પણ કેવી રીતે? વાહન વ્યવહાર ઠપ્પ છે ચાલીને પણ જઇ શકાતું નથી.
ગામની દુકાનોમાં અનાજ કઠોળ નથી શાળાઓમાં પાણી ભરાતા વિઘાર્થીઓ અભ્યાસ માટે જઇ શકતા નથી બેથી ત્રણ ડેન્ગ્યુના દર્દીઓ છે તેને સારવાર માટે લઇ જવાય તેવી વ્યવસ્થા નથી આપણે માત્ર કલ્પના કરીએ તો કેવી પરિસ્થિતિમાં લોકો હશે ત્યારે તંત્ર લોકોની વેદના સાંભળવા કયારે આવશે ? તંત્ર તો ઠીક પણ જયારે ભુતકાળમાં ધરતી કંપ અને હોનારત ની સ્થિતિ સર્જાઇ હતી ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા મોટા પાયે અનાજ સામગ્રી કપડા ફુડ પેકેટ મોકલવામાં આવ્યા હતા. ત્યારે કેશોદ તાલુકાના ગામોમાં સેવાભાવી સંસ્થાઓ સહાય કરવા આવશે? પણ કયારે એવા અનેક સવાલો પેદા થઇ રહ્યા છે.