જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા અગતરાય ગામમાં 01-04-2021 ગુરૂવારના રોજ જાહેર રસ્તા પરથી ગાય માટે ચારો લઈ નીકળતી દલિત મહિલા સામે બોલાચાલી કરી કે તું કેમ અમારા ઘર સામે જુએ છે તેવું કહી ઢોર માર મારવામાં આવ્યો હતો. દલિત મહિલા પોતે તેમની ગાય માટે ચારો લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ દલિત મહિલાને અગતરાય ગામ નજીક આવેલ મંગલપુર ના પાટીયા પાસે કાના નામના શખ્સે અને તેમના પત્ની સહિત તેમના પરિવારે મહિલાને બાંધીને ઢોર માર માર્યો હતો ઉપરાંત એ લોકોએ જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલી અને ઢસડી ને માર મારવામાં આવ્યો હતો
દલિત મહિલાને માર મારતો ઘટનાનો સાત સેક્ધડનો વીડિયો પણ વાયરલ થયો છે અને મામલો વધુ પ્રકાશમાં આવ્યો હતો.પીડિત મહિલાને કેશોદ હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા જેમાં અગતરાય ગામે બીજા દિવસે પણ અગતરાય ગામની મહિલાઓ ન્યાય માટે આરોપીના ઘર સુધી સૂત્રોચ્ચાર અને રેલી યોજી રોડ પર ચક્કાજામ કર્યો હતો જેમાં દલિત સમાજના આગેવાનો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા
જેમાં કેશોદ પોલીસ સહિત જુનાગઢ ડીવાયએસપી નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને જૂનાગઢ ડી.વાય.એસ.પી કે કે ઠાકોર ઘટના સ્થળ પર પહોંચી આરોપીને તાત્કાલિક પકડી લેવા અને આરોપી અગાઉ પણ ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવા અને વધુ ગંભીરતાને જોતા એટ્રોસિટી સહિતના ગંભીર ગુના ની કલમો લગાડી તજવીજ હાથ ધરવામાં આવી હતી.