જય વિરાણી, કેશોદ: કેશોદમાં હાલ ચારચોક ખાતે કોંગ્રેસ શહેર કાર્યકર્તાઓ તંત્ર સામે અનિશ્ચિછત સમય સુધી ઉપવાસ પર ઉતર્યા છે. કેશોદ નગર પાલિકા દ્વારા 10% સફાઈ અને દીવાબત્તી વેરો વધારવામાં આવ્યો હતો. આ વેરા વધારા સામે શહેર કોંગ્રેસ કાર્યકારતો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે.
ઉપવાસ પર બેઠેલા કાર્યકર્તાઓની માંગ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે ઉપવાસ ચાલુ રાખશે. કોંગી સભ્યોની માંગ છે કે નગર પાલિકા દ્વારા વેરામાં જે 10% નો વધારો કરવામાં આવ્યો છે, તેને પાછો ખેંચવામાં આવે. કોંગ્રેસ સમિતીએ પાલીકાને 7 દિવસ પહેલાં પણ આ વાત પર નિવેદન આપ્યું હતું. કોંગી કાર્યકર્તાઓ દ્વારા આપેલ આવેદનમાં કહ્યું હતું કે, જો સફાઈ અને દીવાબત્તીમાં વઘારેલો વેરો પાછો ખેંચવામાં નહીં આવે તો તેઓ ઉપવાસ પર ઉતરશે.
કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણીએ કહ્યું કે, ‘કેશોદ નગર પાલિકા દ્વારા 10% વેરો વધારવામાં આવ્યો. તે સંદર્ભે 7 દિવસ પહેલા ચીફ અધિકાર સાહેબ અને મુખ્ય અધિકારીઓને નકલ આપી વેરો ઘટાડવા અંગે માંગણી કરી હતી. જો આ માંગણી પૂર્ણ કરવામાં ના આવે તો કોંગી કાર્યકરો દ્વારા ઉપવાસ કરવામાં આવશે તેવી પણ વાત કરી હતી. પરંતુ 7 દિવસ બાદ પણ પાલિકા દ્વારા કઈ પગલાં લેવામાં ના આવતા આજથી અમે લોકો અનિચ્છિત સમય સુધી પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છીએ.’