કેશોદ સમાચાર
કેશોદમાં કોપીરાઇટનો ભંગ કરતાં 8 મોબાઈલ દુકાનધારકોને ત્યાં તપાસ એજન્સીની રેડ પાડવામાં આવી છે . સુરત ખાતે આવેલ ધ્વની સુપર મ્યુઝિક પ્રા. લીમીટેડ દ્વારા પોલીસની મદદથી તપાસ કરવામાં આવી છે . મોબાઈલ દુકાનદારો લાયસન્સ વગર ફિલ્મો, ઓડિયો, ગરબા સહિત સાહિત્યનું વેચાણ કરતાં હતા. કોપીરાઇટના હક્કો અને પુરાવાઓના આધારે 8 મોબાઈલ દુકાનદારોને ત્યાં તપાસ કરતાં પાયરસી સાહિત્ય મળી આવ્યું છે . તમામ 8 મોબાઈલ દુકાન ધરાવતાં વેપારીઓને સીપીયુ જેવા મુદામાલ સાથે પોલીસ સ્ટેશન લવાયા હતાં. અંતે મોબાઇલ દુકાનદારોએ 12 હજાર જેવી નિયત રકમ ભરી લાયસન્સ મેળવી લેતાં સુખદ સમાધાન થયું અને કાનુની કાર્યવાહી કર્યા વગર જવા દેવાયાં હતાં.