૧૫ સપ્ટેમ્બરના રોજ એનજીઓ ગુંજના ફાઉન્ડર અંશુ ગુપ્તા કૌન બનેગા કરોડપતિની ઝુંબેશ નઇ ચાહ નઇ રાહના સ્પેશિયલ ગેસ્ટ બનીને આવ્યા હતા. આ દરમ્યાન તેઓ માત્ર બિગ બી કેબીસી તો રમ્યા પરંતુ તેમને એનજીઓ ખોલવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે પણ ખુલાસો કર્યો હતો. અંશુએ જણાવ્યું હતું કે તેણે દિલ્હીની સડકો પર રેડ લાઇટ પર બાળકોને ભીખ માંગતા જોઇ અનેક સવાલો થતા હતા જ્યારે તે માસ કમ્યુનીકેશન કરી રહ્યો હતો ત્યારે તેણે રિક્ષામાં જોયુ તો લખાણ હતું કે ‘લાવારીસ લાશ ઉઠાવનાર ’ તેણે રિક્ષા વાળાની તપાસ કરી તેની સાથે વાત કરી તો રિક્ષાચાલકે જણાવ્યું કે શિયાળામાં ધંધો વધી જાય છે. રિક્ષા ચાલકને ૫ વર્ષની છોકરી હતી તે છોકરીની વાત સાંભળી તે સ્તબ્ધ થઇ ગયો તેણે અંશુને જણાવ્યું કે જ્યારે તેને ઠંડી લાગતી ત્યારે તે મૃતદેહને ચોંટીને ઉંઘી જતી હતી. કારણ કે લાશ ન તો હેરાન કરે ન તો પડખા ફરે રિક્ષા ચાલક હબીબને મૃતદેહ સંભાળવા માટે પૈસા મળતા હતા. ગરીબીને કારણે રોજ દિલ્હીમાં શરદીથી ઘણાં લોકો મૃત્યુ પામે છે.
કેબીસીમાં અંશુને બાળકીએ કહ્યુ : હું લાશ સાથે ઉંઘુ છુ
Previous Articleશંકરસિંહ જન વિકલ્પમાં જોડાયા અને કહ્યું આવું…
Next Article કાજોલે સોશિયલ મિડિયાને કહ્યુ કંઇક એવુ કે !!!?