કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે પરંતુ હજુ પણ સરકાર કોની બનશે તે હજુ સ્પષ્ટ નથી થયું. સરકાર બનાવવા વિશે બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ સતત જોડ-તોડની સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. બીજેપી કહી રહી છે કે તેમના સંપર્કમાં જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ તેમના ધારાસભ્યોને એક રિસોર્ટમાં ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. બુધવારે બેંગલુરુમાં સતત દરેક પક્ષની તેમના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી રહી છે.

બુધવારે જેડીએસ અને કોંગ્રેસે તેમના ધારાસભ્યો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં જેડીએસના બે ધારાસભ્યો રાજા વેંકટપ્પા નાયકા અને વેંકટ રાવ નાદગૌડા મીટીંગમાં ગેરહાજર હોવાના અહેવાલ છે. જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં 78માંથી 66 ધારાસભ્યો જ હાજર રહ્યા છે. આ દરમિયાન રાજ્યપાલને મળ્યા પછી બીજેપી સીએમ ઉમેદવાર યેદિયુરપ્પાએ આવતી કાલે શપથ લેવાનો દાવો કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.